Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

અમેરિકાના ટેક્સાસમાં ચોંકાવનારી ઘટના સામે આવી:પાર્કમાં રમવા ગયેલ બાળકનું ગણતરીના કલાકોમાં મૃત્યુ નિપજતા અરેરાટી

નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પાર્કમાં રમવા ગયેલા બાળક સાથે એવી ઘટના ઘટી કે ગણતરીના દિવસોમાં તેનું મોત થઈ ગયું. વાત જાણે એમ છે કે બાળક સ્પ્લેશ પેડના કારણે બ્રેઈન ઈટિંગ અમીબા(Brain-Eating Amoeba)ના સંપર્કમાં આવ્યો. અમીબા નાક કે મોઢા દ્વારા બાળકના મગજમાં ઘૂસી ગયો અને 6 દિવસની અંદર બાળકનું મોત થઈ ગયું. અત્રે જણાવવાનું કે જાહેર પાર્કમાં સ્પ્લેશ પેડ પર લાગેલા સ્પ્રિંકલર, ફૂવારા, નોઝલ અને અન્ય જળ સ્પ્રેની સમયાંતરે સફાઈ ન થવાના કારણે તેના પર બ્રેઈન ઈટિંગ અમીબા જમા થઈ જાય છે અને લોકોને નુકસાન પહોંચાડે છે. આ Amoeba જો નાક કે મોઢા દ્વારા શરીરમાં ઘૂસી જાય તો જીવલેણ બની શકે છે. મળતી માહિતી મુજબ આ બ્રેઈન ઈટિંગ અમીબાથી સંક્રમિત થનારા 95 ટકા લોકોના મોત થઈ જાય છે. ટેક્સાસ શહેરના અર્લિંગ્ટનના અધિકારીઓએ કહ્યું કે શહેર અને ટેરેન્ટ કાઉન્ટી પબ્લિક હેલ્થને 5 સપ્ટેમ્બરે જાણ કરાઈ હતી કે એક બાળકને અમીબીક મેનિગોએન્સેફલાઈટિસના સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જેનું સારવાર દરમિયાન મોત થયું.

(5:36 pm IST)