Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

આ કંપનીએ પીઝા ખાવા માટે લોકોને આપી રહી છે 5 લાખ રૂપિયા

નવી દિલ્હી: કોરોના કાળામાં (Corona Virus) જ્યારે લાખો લોકોએ પોતાની નોકરી-ધંધો ગુમાવ્યો છે અને લોકો પૈસા કમાવા માટે હાથપગ મારી રહ્યા છે તેવામાં એક કંપની છે જે તેમના કર્મચારીને પિઝા (Pizza) ખાવા માટે 5 લાખ રૂપિયાનો પગાર આપી રહ્યા છે. ભાગ્યે જ કોઇ વ્યક્તિ એવું હશે કે જેને પિઝા નહીં ભાવતા હોય. કોઇ પણ ઉંમરના લોકો હોય તમામ પિઝાના દિવાના હોય છે તેવામાં હવે તમને જણાવી દઇએ કે તમને પિઝા ખાવા માટે પણ 5 લાખ જેટલા રૂપિયા મળી શકે છે.

યૂનાઇટેડ કિંગડમમાં (UK) આ નોકરી લોકોને ઓફર કરવામાં આવી રહી છે. આ ઓફર પિઝા હટ (Pizza Hut) ની તરફથી આપવામાં આવી રહી છે. આ કંપની તરફથી લોકો પાસે સુપર ટેસ્ટરની એપ્લિકેશન્સ મંગાવવામાં આવી રહી છે. પસંદ કરેલા લોકોએ નવા સ્ટફ્ડ ક્રસ્ટ પિઝા ટેસ્ટ કરવાનો રહેશે. આ કામ માટે કંપની તરફથી આમ તો 5 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે પરંતુ તેના માટે તેમણે સાબિત કરવુ પડશે કે તેઓ પિઝાના સુપર ટેસ્ટર છે. ચીઝી ગાર્લિક બટર સ્ટફ ક્રસ્ટ, મીટી પેપેરોની અને ચીઝ સ્ટફ ક્રસ્ટના પરીક્ષણ માટે કંપનીએ આ જોબ ઓફર કરી છે. પિઝા હટ યુકે અને યુરોપના ચીફ બ્રાન્ડ ઓફિસર એમેલિયા રીબાએ કહ્યું – અમારું લક્ષ્‍ય અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ પહોંચાડવાનું છે. એટલા માટે અમે ચીફ ક્રસ્ટ ટેસ્ટરની ભરતી કરી રહ્યા છીએ. તમામ સ્ટફ્ડ ક્રસ્ટ પિઝા લોકોને પરીક્ષણ પછી જ પહોંચાડવામાં આવી રહ્યા છે. આ જ કારણ છે કે સૌથી વધુ સ્વાદિષ્ટ પિઝાનો સ્વાદ માણવા માટે સમગ્ર યુકેમાંથી પિઝા ટેસ્ટર્સને આમંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

 

 

(5:38 pm IST)