Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

યુક્રેનના ઝાપોરીઝીયામાં સ્થાનિક લોકોની મદદે જઈ રહેલ કાફલા પર રશિયાનો મિસાઈલ હુમલો

નવી દિલ્હી: યુક્રેનના ઝાપોરિઝિયામાં સ્થાનિક લોકોની મદદ માટે જઈ રહેલા કાફલા પર રશિયાએ શુક્રવારે મિસાઈલ દ્વારા હુમલો કર્યો હતો. યુક્રેનના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલામાં 23 લોકોના મોત થયા છે. જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. તેમની સારવાર સ્થાનિક હોસ્પિટલમાં ચાલી રહી છે. રશિયા તરફથી આ વિસ્તારમાં કુલ 16 મિસાઇલો છોડવામાં આવી હતી. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે કેટલાક યુક્રેનિયન મદદ માટે ઝાપોરિઝિયા જઈ રહ્યા હતા. આ હુમલાનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મોસ્કોમાં યુક્રેનના ડોનેત્સ્ક, લુહાન્સ્ક અને રશિયાના ખેરસન વિસ્તારો સાથે ઝાપોરિઝિયાને જોડવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે. ઉપરાંત, રશિયાએ લાંબા અંતરની S-300 મિસાઈલ છોડી હતી. ​​​​​​​રશિયા રેફરેન્ડમ (જનમત) મેળવ્યા પછી સત્તાવાર રીતે યુક્રેનના 4 ભાગો - ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખેરસન અને ઝાપોરિઝિયાને રશિયામાં જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈ આજે મોસ્કોમાં એક કાર્યક્રમ યોજાશે. રશિયાની નેશનલ મીડિયા આજે આયોજિત કાર્યક્રમમાં લોકમત મેળવતા ઉજવણી તરીકે રજૂ કરી રહ્યું છે.

(5:03 pm IST)