Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

આ ભાઈ એક બેઠકે ૯૬૦૦ કેલરીવાળું ક્રિસમસ મેનુ ઝાપટી ગયા

ક્રિસમસ મેનુમાં ત્રણ ફેસ્ટિવ ક્રિસ્પી ચિકન સ્ટેક બર્ગર્સ, ત્રણ ફેસ્ટિવ સ્ટેકસ (બીફ), બે ચીઝ શેરબોકિસસ, આઠ ફેસ્ટિવ પાઇ તેમ જ બે સેલિબ્રેશન્સ મેક ફ્લરીઝ સામેલ હતાં

લંડન, તા.૧: તમે એકસામટું કેટલું જમી શકો છો? જો તમે માનતા હો તો તમારામાં એક જ બેઠકે લાર્જ કવોન્ટિટીમાં ફૂડ ખાવાની ક્ષમતા છે તો આ ભાઈની સાથે સરખામણી કરી જોજો. અમે વાત કરી રહ્યા છીએ કાઇલ ગિબ્સનની. તે પ્રોફેશનલ કોમ્પિટિટિવ ઇટર છે. તે હવે અડધા કલાકથી ઓછા સમયમાં આખું ક્રિસમસ મેનુ ઝાપટી ગયો હતો. બ્રિટનના આ નિવાસીએ ભૂતકાળમાં પણ આવી ફૂડ-ચેલેન્જ સ્વીકારી છે. તેની લેટેસ્ટ ચેલેન્જની વાત કરીએ તો તે લગભગ ૨૪ મિનિટમાં ક્રિસમસ મેનુ ઝાપટી ગયો હતો, જેમાં ૯૬૦૦ કેલરી હતી.

આ ક્રિસમસ મેનુમાં ત્રણ ફેસ્ટિવ ક્રિસ્પી ચિકન સ્ટેક બર્ગર્સ, ત્રણ ફેસ્ટિવ સ્ટેકસ (બીફ), બે ચીઝ શેરબોકિસસ, આઠ ફેસ્ટિવ પાઇ તેમ જ બે  સેલિબ્રેશન્સ મેક ફ્લરીઝ સામેલ હતાં.

કાઇલ વર્ષોથી ટફ ઇટિંગ કોન્ટેસ્ટમાં ભાગ લેતો રહ્યો છે. એના વિશે તે તેના ફેસબુક-પેજ અને યુટ્યુબ ચેનલ પર તેના ફલલોઅર્સને અપડેટ આપતો રહે છે. તેની લેટેસ્ટ ચેલેન્જ વિશે તેણે કહ્યું હતું કે મેં આ ક્રિસમસ મેનુ જમતાં પહેલાં વર્કઆઉટ કર્યું હતું અને હું ખૂબ ભૂખ્યો હતો. હું ખૂબ સરળતાથી એ બધું ફિનિશ કરી શકયો હતો.

(2:43 pm IST)