Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

મહિલાએ એટલો લાંબો વેડીંગ ડ્રેસ પહેર્યો કે, તેને મંડપ સુધી લાવવા માટે ૩૦ લોકોને ૬ કલાકની મહેનત લાગી

સાઇપ્રશ, તા.૨:દરેક મહિલાના મનમાં લગ્નને લઈને ખાસ સપના હોય છે. જેમાં દરેકનું સપનું પોતાના લગ્નમાં ખાસ ડ્રેસ પહેરવાનું હોય છે. જો કે, સાઈપ્રસની એક મહિલાએ લગ્ન દરમિયાન એવો ડ્રેસ પહેર્યો છે કે તેનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શામેલ થઈ ગયુ છે. મારિયા પરસ્કેવા નામની આ મહિલાએ પોતાના લગ્નમાં લગભગ ૭ કિમી લાંબો દ્યૂંદ્યટ ઓઢ્યો હતો. જેનો એક છેડો મેદાનમાં દૂર દૂર સુધી ફેલાયેલો હતો.

પશ્ચિમી દેશોની સંસ્કૃતિ પ્રમાણે મહિલાઓ લગ્નમાં સફેદ રંગનો શાનદાર ડ્રેસ પહેરતી હોય છે. મારિયા પરસ્કેવાએ પણ પોતાના લગ્નમાં આવો જ કંઈક સફેદ રંગનો ડ્રેસ પહેર્યો હતો. પણ લગ્નમાં પહેરવામાં આવતા આ દ્યૂંદ્યટને આજ સુધીનો સૌથી લાંબો ડ્રેસ માટે ગિનીઝ બુકમાં નામ શામેલ થયુ છે.આ દ્યૂંદ્યટની લંબાઈ ૬૯૬૨.૬ મીટર હતી. જેને આ દરમિયાન સંપૂર્ણપણે ઢાંકી દીધુ હતું. તેનાથી જ મહિલાના લગ્ન પણ થયાં હતા.

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્સે પોતાના ઈંસ્ટાગ્રામ પેજ પર લગ્નની એક કિલપ શેર કરી છે. તે અનુસાર, આ દ્યૂંદ્યટને રાખવા અને લગ્નના સ્થળ સુધી લાવવા માટે લગભગ ૩૦ લોકોને ૬ કલાકનો સમય લાગ્યો હતો. મહિલાએ આ અંગે ગિનીઝ બુકને જણાવ્યુ હતું કે, મારુ આ સપનુ હતું કે, લગ્ન માટે એવો ઘૂંઘટ પહેરીશ જે તમામ રેકોર્ડ તોડી નાખે.

(4:05 pm IST)