Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ઓસ્ટ્રેલિયાના લોકો સોલાર પાવરના એક્સચેન્જમાં મેળવે છે બિયર.....

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના લોકો સોલાર પાવરના એક્સચેન્જમાં બિયર મેળવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના આશી ગ્રુપની CUB (કાર્લ્ટન એન્ડ યુનાઈટેડ બ્રેવરીઝ) કંપની વિક્ટોરિયા બિટર નામની બિયરની લ્હાણી કરી રહી છે. કંપનીનું કહેવું છે આ પ્રકારની ડીલ દુનિયામાં પ્રથમ વખત થઈ રહી છે. બિયર બનાવતી આ કંપની રેસિડેન્શિયલ એરિયામાંથી સોલાર પાવરની ખરીદીના બદલામાં ગ્રાહકોને પૈસાને બદલે બિયર આપે છે. કારણ કે બિયર બનાવતી આ કંપનીનો ટાર્ગેટ છે કે તે 2025 સુધી 100% રિન્યુએબલ પાવરનો ઉપયોગ કરે. કંપનીએ તેના મૅલબોર્ન પ્લાન્ટમાં સોલાર પેનલ ગોઠવી છે. તેના માટે તે સોલાર પાવર એકઠી કરી રહી છે. કંપનીએ તેના માટે સોલાર ક્રેડિટ નક્કી કર્યા છે. દરેક A$30 (આશરે 1665 રૂપિયા)ના સોલાર ક્રેડિટ પર ગ્રાહકોને બિયરના 24 કેન મળે છે. તેની માર્કેટમાં કિંમત A$50 (આશરે 2770 રૂપિયા) છે. કંપનીની ગાડી ગ્રાહકોને ઘરે આવી પાવર એક્સચેન્જની પ્રોસેસર પૂરી કરે છે.

(5:52 pm IST)