Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કેનેડામાં એક નવી રહસ્યમય બીમારીથી પાંચ લોકોના મોત

નવી દિલ્હી: કોરોના વાયરસનો કેર હજુ દુનિયાના કોઇ પણ દેશમાંથી પુરો થયો નથી. તેની વચ્ચે એક બીજી રહસ્યમય બિમારીથી આખી દુનિયામાં દહેશત ફેલાઇ ગઇ છે. કેનેડામાં અત્યાર સુધીમાં આ બિમારીની ઝપેટમાં ૪૦થી વધારે લોકો આવી ચૂક્યા છે. જ્યારે પાંચ લોકોના મોત પણ થઇ ગયા છે. ચિંતાની વાત એ છે કે આ બિમારીને લઇને હાલમાં વૈજ્ઞાનિકો અને ડોક્ટરો પાસે પણ કોઇ વધારે જાણકારી નથી.

     મિડીયા રીપોર્ટ પ્રમાણે હાલમાં ડોક્ટર આ બિમારીને માનસિક વિકાર સાથે જોડીને જોઇ રહ્યા છે. આવી બિમારીઓને ક્રુટજફેલ્ટ-જૈકોબ રોગ અથવા સીજેડીના નામથી ઓળખવામાં આવે છે. કેનેડાના કેટલાય એક્સપર્ટ તેને મૈડ કાઉ ડિસીઝનું નામ આપી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ બિમારીનો સૌથી પહેલો કિસ્સો ૨૦૧પમાં આવ્યો હતો. તે સમયે આ બિમારીના પાંચ દર્દીઓ મળી આવ્યા હતા. પાછલા વર્ષે ૨૪ લોકો આ બિમારીથી સંક્રમિત થયા હતા. અને હવે ૨૦૨૧માં સતત તેના કેસ વધી રહ્યા છે. કેનેડાના બર્ટરેંડ શહેરના મેયર વોન ગોડિને આ બિમારી વિશે કહ્યુ છે કે કોરોના પછી લોકો આ પ્રકારની બિમારીઓને લઇને ઘણા પરેશાન છે.

(5:53 pm IST)