Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

બૉયફ્રેન્ડ પર બેવફાઈની શંકામાં ઉશ્કેરાઈને યુવતીએ પાર્ટનરનો પ્રાઈવેટ પાર્ટ કાપીને ટોયલેટમાં ફ્લશ કર્યો

તાઈવાનમાં 52 વર્ષના શખ્સને 3 બાળકો પણ છે : સૂતો હતો ત્યારે ગર્લફ્રેન્ડે આ જધન્ય કૃત્યને અંજામ આપ્યો

નવી દિલ્હી: ચોકાવનારો કિસ્સો તાઈવાનમાંથી પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક યુવતીએ ચિટિંગની આશંકામાં પોતાના પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટના કેટલાક હિસ્સાને કાપીને ટૉઈલેટમાં ફ્લશ કરી દીધા. તાઈવાનમાં હુવાંગ નામના 52 વર્ષના શખ્સને 3 બાળકો પણ છે. હુવાંગ જ્યારે સૂઈ રહ્યો હતો, ત્યારે તેની ગર્લફ્રેન્ડે આ જધન્ય કૃત્યને અંજામ આપ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ, હુવાંગ અને તેની ગર્લફ્રેન્ડ ફૂંગ અગાઉ પોત-પોતાના પાર્ટનર સાથે છૂટાછેડા લઈ ચૂક્યા હતા. 40 વર્ષની આ મહિલા હુવાંગની સાથે છેલ્લા 10 મહિનાથી સાથે રહે છે અને પોતાના જૂના લગ્ન થકી તાઈવાનની સિટિઝનશિપ પણ લઈ રાખી છે.

આ કપલના પડોશીઓનું કહેવું હતું કે, તેમની વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા રહેતા હતા. હુવાંગની કેટલીક મહિલા મિત્રો પણ છે. જેમાંથી કેટલીક મહિલાઓ સાથે તેના ગાઢ સબંધ છે. જેને પગલે તેની ગર્લ ફ્રેન્ડ ઘણી પરેશાન રહેતી હતી અને આ મામલે અવારનવાર બોલાચાલી પણ થતી હતી.

હુવાંગ ચિકન નૂડલ્સ ખાઈને વાઈન પીને સૂવા જતો રહ્યો હતો. જો કે જ્યારે તે ઉઠ્યો ત્યારે તેની આસપાસ લોહીનું ખાબોચિયુ ભરાયુ હતુ અને તે પીડાથી કણસી રહ્યો હતો. તેણે જોયું તો તેના પ્રાઈવેટ પાર્ટમાંથી કેટલોક ભાગ ગાયબ હતો. જે બાદ સ્થાનિકોએ તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ડૉક્ટરનું કહેવું છે કે, હુવાંગના પ્રાઈવેટ પાર્ટનો દોઢ સેન્ટીમીટર હિસ્સો કાપી નાંખવામાં આવ્યો છે. આ સિવાય તેના શરીરના અન્ય અંગો સુરક્ષિત છે.

હુવાંગની ગર્લફ્રેન્ડે કિચનમાં વપરાતી કાતરથી બૉયફ્રેન્ડના પ્રાઈવેટ પાર્ટને કાપી નાંખ્યો હતો. જે બાદ તે અડધી રાત્રે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી અને સમગ્ર ઘટના અંગે જણાવી દીધુ હતું. તેણીએ પોતાના પાર્ટનરનો પ્રાઈવેટ પાર્ટ એટલા માટે ટૉઈલેટમાં ફ્લશ કર્યો જેથી તે રીએટેચમેન્ટ સર્જરી કરીને તેને ફરીથી જોડી ના શકે.

(6:26 pm IST)