Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ઓએમજી......આ શખ્સ 6 વર્ષથી પીવે છે પોતાનું યુરિન:ઉંમર કરતા દેખાય છે 10 વર્ષ નાનો

નવી દિલ્હી: દુનિયા ચિત્ર વિચિત્ર માણસોથી ભરેલી છે. આવો જ એક વ્યક્તિ ઈંગ્લેન્ડનો રહીશ છે જેણે એક એવો દાવો કર્યો છે કે જાણીને તમારું મગજ ચક્કર ખાઈ જશે. હેમ્પશાયરમાં રહેતા 34 વર્ષના હેરી મેટાડીને એક ચોંકાવનારો દાવો કર્યો છે. એક એવી વસ્તુનું સેવન કરે છે જેના કારણે તે પોતાની ઉંમર કરતા 10 વર્ષ નાનો દેખાય છે. તેનો તો એવો પણ દાવો છે કે આ વસ્તુનું સેવન કરવાથી તણાવ પણ નથી અનુભવતો. હવે તમને પણ એમ થતું હશે કે આ વ્યક્તિ એવું તે શું ખાય છે કે પીવે છે જેના કારણે તેને આ ફાયદા થતા હશે. તો તમને જણાવીએ કે ઈંગ્લેડના હેમ્પશાયરમાં રહેતો આ 34 વર્ષનો હેરી દાવો કરે છે કે તે રોજ પોતાનું જ મૂત્ર પીવે છે. તેનો દાવો છે કે આ વિચિત્ર અભ્યાસે તેના ડિપ્રેશનને પણ દૂર કરી દીધુ છે અને તેની ઉંમર પણ 10 વર્ષ ઓછી દેખાય છે.

 

(6:41 pm IST)