Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

રશિયાને લાગ્યો મોટો ઝટકો:પુતિનના બે વિશ્વાસુ લેફ્ટનન્ટમાંથી એકનું નીપજ્યું મૃત્યુ

નવી દિલ્હી: રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 68મો દિવસ છે. હવે યુદ્ધનાં મોરચે યુક્રેનની સાથે રશિયાની સેનાને પણ મોટા ઝટકાનો સામનો કરવો પડી રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વિશ્વાસુ સેના પ્રમુખ જનરલ વાલેરી ગેરાસિમોવ ઘાયલ થયા છે. પુતિને તેને ઝડપી સફળતા હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે ખાર્કિવનાં મોરચે તહેનાત કર્યા હતા. આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીના સલાહકાર એરેસ્ટોવિચે દાવો કર્યો છે કે રશિયન મેજર જનરલ આંદ્રે સિમોનોવનું પણ ખાર્કિવ મોરચે મૃત્યુ થયું છે. યુક્રેનમાં અત્યાર સુધીમાં રશિયાના ટોચના નવ કમાન્ડર માર્યા ગયા છે. ખેરસન પર સૈન્ય કબજો કર્યા પછી, રશિયન સેના અહીં મોટા આર્થિક ફેરફારો કરી રહી છે. આ માટે અહીં યુક્રેનિયન ચલણને રશિયન ચલણ રૂબલ સાથે બદલવામાં આવી રહ્યું છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયના ગુપ્ત અહેવાલ મુજબ, રશિયન સેના અહીં પોતાના કબજાને યોગ્ય ઠેરવવા માટે આ વ્યૂહરચના અપનાવી રહી છે.

 

(6:43 pm IST)