Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

આ કારણોસર મધમાખીઓ બની રહી છે હત્યારી

નવી દિલ્હી: મનુષ્ય તો કોરોના વાયરસથી પરેશાન છે પરંતુ હવે મધમાખીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ છે. મધમાખીઓ માત્ર હેરાન નથી થઈ રહી, તે હત્યારી પણ બની રહી છે અને પોતાના પ્યુપાને મારીને ખાઈ રહી છે. વાયરસના કારણે મધમાખીમાં 3 સમસ્યા જોવા મળી રહી છે. પહેલું તેમની પાંખ નાશ પામે છે, બીજું તેમનું પેટ ફુલવા લાગે છે અને ત્રીજું તેમનું મગજ સુસ્ત થઈ જાય છે. જે મધમાખીઓ વાયરસથી સંક્રમિત થઈ રહી છે તે પોતાના પ્યુપા એટલે કે બાળકોને ખાઈ જાય છે. એક પ્રકારનું નરભક્ષણ કહી શકાય. તાજેતરના એક અભ્યાસમાં અંગેનો ખુલાસો થયો હતો.વાયરસને ડિફોર્મ્ડ વિંગ વાયરસ અથવા ટ્રોજન હોર્સ વાયરસ કહેવામાં આવે છે. કારણ કે વાયરસ એક નાના બાળક (માઈટ) દ્વારા મધમાખીઓના છજામાં પ્રવેશે છે. માઈટ પહેલા પ્યુપાને ખાય છે. મજૂર મધમાખીઓને તેની ખબર પડતા તેઓ પ્યુપાને ખતમ કરવા તેને ખાઈ લે છે. ત્યાર બાદ ટ્રોજન હોર્સ વાયરસ મધમાખીઓના શરીરમાં ઘૂસી જાય છે. કારણે તેમનું પેટ ફુલવા લાગે છે, પાંખો નાશ પામે છે અને મગજ એટલી હદે સુસ્ત થઈ જાય છે કે તેઓ પોતાની કોલોનીના ભલા માટે કોઈ નિર્ણય નથી લઈ શકતા.

(5:14 pm IST)