Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

બ્રાઝિલમાં 64વર્ષમાં પ્રથમવાર ગરમીમાં બરફનું તોફાન જોવા મળ્યું

નવી દિલ્હી: દુનિયાના કેટલાય દેશ ભારે વરસાદ,પૂર અને ગરમીના કારણોસર ઝઝૂમી રહ્યા છે ત્યારે બ્રાઝિલમાં આ અઠવાડિયે 64વર્ષમાં પ્રથમવાર ગરમીમાં બરફનું તોફાન આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે જેના કારણોસર બ્રાઝિલના 43થી વધુ શહેર બરફથી ઢંકાઈ ગયા છે.શહેરમાં 3 ઇંચ સુધી બરફના થર જામી ગયા તેમજ તાપમાન પણ માઇનસ 8 ડિગ્રી સુધી પહોંચી ગયું હોવાનું માલુમ પડી રહ્યું છે. જેના કારણોસર બ્રાઝિલમાં ગરમી કરતા હાલમાં ઠંડી વધી ગઈ છે. અચાનક થયેલ બરફવર્ષના કારણોસર લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા બ્રાઝીલ સરકારના હવામાન વિભાગનું કહેવું છે કે જુલાઈમાં દેશમાં સરેરાશ તાપમાન અંદાજે 25 ડિગ્રી રહે છે પરંતુ બરફના તોફાનના કારણોસર છેલ્લા 64 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.

(5:29 pm IST)