Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

છૂટાછેડાની ખુશીમાં મહિલાએ રાખી હતી પાર્ટી : ભાડેના વેઇટરે પર આવી ગયુ દિલ

ઐસા ભી હોતા હૈ : છૂટાછેડાની પાર્ટીમાં તેને નવો જીવનસાથી મળ્‍યો

સીડની,તા. ૨: કોઈ વ્‍યક્‍તિ ક્‍યારે એટલો સ્‍પેશિયલ બનીને તેના જીવનમાં પ્રવેશ કરશે કે તે આખી જીંદગી તેની સાથે ચાલવા તૈયાર થઈ જશે તે કોઈ જાણતું નથી. આવું જ કંઈક ઓસ્‍ટ્રેલિયામાં રહેતી એક મહિલા સાથે થયું, જેણે પોતાના જૂના સંબંધોમાંથી મુક્‍તિ મળવાની ખુશીમાં પાર્ટી કરી. મહિલાને ખ્‍યાલ નહોતો કે આ પાર્ટીમાં તેના જીવનનો બીજો અધ્‍યાય શરૂ થશે.

આજકાલ લોકો દરેક પ્રસંગની ઉજવણી કરે છે, પછી ભલે તે તેના પતિથી છૂટાછેડા પણ કેમ ના હોય. ગેબ્રિએલા લેન્‍ડોલ્‍ફી નામની મહિલાએ તેના છૂટાછેડાની ઉજવણી માટે એક પાર્ટી યોજી હતી. રસપ્રદ વાત એ છે કે આ પાર્ટીમાં તેને તેનો આગામી જીવન સાથી મળ્‍યો હતો. આ વાર્તા એકદમ ફિલ્‍મી છે, પરંતુ ગેબ્રિએલાના તેના પતિ જહોન સાથેના સંબંધો એકદમ સાચા છે.

પ્રેમ ગમે ત્‍યાં, ગમે ત્‍યારે અને કોઈની પણ સાથે થઈ શકે છે. મિરરના રિપોર્ટ અનુસાર, ઓસ્‍ટ્રેલિયાની રહેવાસી ગેબ્રિએલા લેન્‍ડોલ્‍ફી સાથે પણ આવું જ થયું હતું. તે તેના જૂના પતિ સાથેના સંબંધો સમાપ્ત કર્યા પછી આ પ્રસંગ ઉજવવા માંગતી હતી. તેઓએ એક ભવ્‍ય છૂટાછેડા પાર્ટી યોજી.

આ પ્રસંગે તેણે કેટલાક ટોપલેસ મેઈલ વેઈટર્સને પણ બોલાવ્‍યા હતા. પાર્ટી પછી બીજા દિવસે, તેમાંથી એક, જહોન નામના વેઇટરે ગેબ્રિએલાને મેસેજ કર્યો અને તેની સુખાકારી વિશે પૂછ્‍યું અને અહીંથી તેમની વચ્‍ચે વાતચીત શરૂ થઈ અને ટૂંક સમયમાં તેઓ પણ સાથે શિફટ થઈ ગયા.

સાથે શિફટ થયા પછી જયારે ગેબ્રિએલાને જહોનની એક દીકરી વિશે ખબર પડી ત્‍યારે તેને તે ખૂબ ગમ્‍યું. ડેટિંગના એક વર્ષ પછી, જહોને મેલબોર્નના રિયાલ્‍ટો ટાવરમાં ગેબ્રિએલાને પ્રપોઝ કર્યું. તેમનું જીવન એકદમ પરફેક્‍ટ ચાલી રહ્યું હતું. નવેમ્‍બર ૨૦૨૦ માં, તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું, પરંતુ તે પહેલા ગેબ્રિએલાને કસુવાવડ થઈ ગઈ. જો કે ડિસેમ્‍બર, ૨૦૨૦ માં તેમના પ્રથમ બાળકને જન્‍મ આપ્‍યા પછી, તેમનો સંબંધ ખૂબ જ મજબૂત બન્‍યો અને તેઓ બે બાળકો સાથે સંપૂર્ણ અને સુખી કુટુંબ બની ગયા.

(5:49 pm IST)