Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

૧૦૨ વર્ષના વ્‍યકિતએ ખોલ્‍યુ ફિટનેસનું રહસ્‍યઃ કઇ ૩ ચીજ ખૂબ જરૂરી ?

લંડન,તા. ૨: બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટનની રોયલ એરફોર્સમાં પાઈલટ તરીકે કામ કરી ચૂકેલા ૧૦૨ વર્ષના એક વ્‍યક્‍તિએ એક મોટા રહસ્‍યનો પર્દાફાશ કર્યો છે. તેમણે લાંબા આયુષ્‍ય માટે પોતે અપનાવેલી એક ટ્રિક વિશે જણાવ્‍યું છે. આ ૧૦૨ વર્ષના વૃદ્ધ વ્‍યક્‍તિનું નામ હેરી ગેંપર છે. તેમણે ગત અઠવાડિયે પોતાનો ૧૦૨મો જન્‍મદિવસ ઉજવ્‍યો.

રોયલ એરફોર્સના પૂર્વ પાઈલટ હેરી ગેંપરનો જન્‍મ ૧૯૨૦માં થયો છે. તેઓ હાલ સ્‍કોટલેન્‍ડના South Ayrshire માં રહે છે. હેરી ગેંપર વર્ષ ૨૦૨૦માં ૧૦૦ વર્ષના થયા ત્‍યારે તેઓ પોતાનો બર્થડે ધૂમધામથી ઉજવી શક્‍યા નહતા. કારણ કે તે સમયે કોરોનાનો ભયંકર પ્રકોપ હતો. જો કે પોતાના ૧૦૨ વર્ષના જન્‍મદિવસ તેમણે તેમના પુત્ર સાથે ખુબ મસ્‍તી કરીને ઉજવ્‍યો.

અત્રે જણાવવાનું કે પૂર્વ પાઈલટ હેરી ગેંપર નેક મેડલથી સન્‍માનિત થઈ ચૂક્‍યા છે. બ્રિટન ઉપરાંત તેમને ફ્રાન્‍સ અને જર્મની દ્વારા પણ મેડલથી નવાજવામાં આવ્‍યા છે. હેરી ગેંપરે એટલાન્‍ટિક યુદ્ધમાં મહત્‍વની ભૂમિકા ભજવી હતી. હેરી ગેંપર રોયલ એરફોર્સ માટે એક  હજાર કલાક કરતા પણ વધુ સમય ફાઈટર પ્‍લેન ઉડાવી ચૂક્‍યા છે. એરફોર્સથી રિટાયર થયા બાદ હેરી ગેંપરે લગ્ન કર્યા અને ત્‍યારબાદ તેઓ બે બાળકના પિતા બન્‍યા. તેમના સંતાનોના નામ ડેવિડ અને એન્‍ડ્રયુ છે.

નોંધનીય છે કે ૧૦૨ વર્ષની ઉંમરમાં પણ રોયલ એરફોર્સના પૂર્વ પાઈલટ હેરી ગેંપર આજે પણ સંપૂર્ણ રીતે ફીટ છે. હરવા ફરવામાં તેમને કોઈ મુશ્‍કેલી નથી. પોતાના બર્થડેના અવસરે તેમણે ફિટનેસ સિક્રેટનો પણ ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે જીવનમાં સારું મ્‍યૂઝિક, સારું ભોજન અને સારી વાઈન હોવી ખુબ જરૂરી છે.

(10:37 am IST)