Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

બ્લુ ઓરિજિનની 2022માં ત્રીજી સ્પેસ ટુરિસ્ટ ફ્લાઇટ આ તારીખે ઉપડશે

નવી દિલ્હી: જેફ બેઝોસની કંપની બ્લૂ ઓરિજિનની ૨૦૨૨માં ત્રીજી સ્પેસ ટૂરિસ્ટ ફ્લાઈટ ૪થી ઓગસ્ટે ઉપડશે. આ ફ્લાઈટમાં છ ટૂરિસ્ટ સ્પેસમાં જઈને ઝીરો ગુરૃત્વાકર્ષણની સ્થિતિનો અનુભવ કરશે. બ્લૂ ઓરિજિનની આ છઠ્ઠી સ્પેસ ફ્લાઈટ હશે. દુનિયાના ટોચના ધનવાનોમાં સામેલ એવા જેફ બેઝોસની કંપની બ્લૂ ઓરિજિનની સ્પેસ ફ્લાઈટ ૪થી ઓગસ્ટે છ સ્પેસ ટૂરિસ્ટને લઈને અવકાશમાં જશે. વેસ્ટ ટેક્સાસની સાઈટ પરથી વહેલી સવારે આ ફ્લાઈટ ઉડાન ભરશે. એમાં એક મહિલા સહિત છ અવકાશયાત્રીઓ રવાના થશે. થોડીક મિનિટો માટે સ્પેસ ટૂરિસ્ટ ઝીરો ગ્રેવિટીમાં રહેતા હોવાથી ભારવિહિન સ્થિતિનો અનુભવ કરે છે. ૨૦૨૨ના વર્ષમાં બ્લૂ ઓરિજિનની આ ત્રીજી સ્પેસ ટૂરિસ્ટ ફ્લાઈટ છે. ૨૦૨૧માં બ્લૂ ઓરિજિનની પ્રથમ ફ્લાઈટ અંતરિક્ષમાં પહોંચી ત્યારે કંપનીના સ્થાપક જેફ બેઝોસ પણ સ્પેસ ટૂરિસ્ટ બનીને અંતરિક્ષમાં પહોંચ્યા હતા. એ પછી કંપનીની આ છઠ્ઠી ફ્લાઈટ છે. આ સ્પેસ ફ્લાઈટમાં ઈજિપ્ત અને પોર્ટુગલના નાગરિકો પહેલી વખત સ્પેસમાં જશે. તે ઉપરાંત બ્રિટિશ અમેરિકન મહિલા સાહસિક વેનેસા ઓબ્રેઈન પણ ફ્લાઈટ મારફતે અવકાશમાં જઈને નવો વિક્રમ નોંધાવશે. અગાઉ વેનેસા સમુદ્ર અને ધરતી પર સાહસો કરી ચૂકી છે.

(5:47 pm IST)