Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

લો બોલો! લગ્ન તોડાવવા માટે હાયર કરવામાં આવે છે લોકોઃ ફી ચૌંકાવે તેવી

જો કોઈને પોતાના પાર્ટનર ઉપર શંકા હોય તો આ એજન્ટની મદદ લઈને આગળની રણનીતિ બનાવી શકે છે

નવી દિલ્હી, તા.૨: તમે લગ્ન કરાવી આપનાર એજન્ટો કે લોકોના નામ અંગે તમે સાંભળ્યું હશે પરંતુ લગ્ન તોડવા માટે પણ એજન્ટો હોય છે એવું તમે સાંભળ્યું નહીં હોય. એક દેશ એવો પણ છે જયાં આ એકદમ પ્રખ્યાત રોજગાર છે. આ એજન્ટો થકી લોકો પોતાના લગ્ન તોડાવી રહ્યા છે. કોરોના વાયરસના કારણે આ રોજગારમાં કમી આવી છે. જો કોઈને પોતાના પાર્ટનર ઉપર શક હોય તો આ એજન્ટની મદદ લઈને આગળની રણનીતિ બનાવી શકે છે.

 લગ્નો તોડાવવાના એજન્ટોનો આ રોજગાર સૌથી વધારે જાપાનમાં વિસ્તરી રહ્યો છે. કારણ કે જયારે કોઈ પાર્ટનર લગ્ન તોડવા માટે એજન્ટ્સ લગાવી દે છે ત્યારે તે અન્ય પાર્ટનરની ગતિવિધિઓ અંગે જમા કરેલા પુરાવાના આધારે છૂટાછેડા લઈ શકાય છે. જાપાનમાં પાર્ટનર ઉપર શંકા કરવી સામાન્ય બાબત છે.

 વાકરેસાસેયા એજન્ટની ખૂબ જ મોંગી હોય છે. એટલા માટે બધા લોકો આને એફોર્ડ કરી શકતા નથી. તાજેતરમાં એક વાકરેસાસેયા એજન્ટની હત્યા થઈ હતી. ત્યારબાદ વાકરેસાસેયા ઈન્ડસ્ટ્રીને તગડો ફટકો લાગ્યો છે. આમા ખાનગી એજન્સી માટે લાઈસન્સ લેવું ફરજિયાત બનાવ્યું છે.

વાકરેસાસેયા એજન્ટ યુસુકે મોચિજુકીનું કહેવું છે કે આ દ્યટના બાદ વાકરેસાસેયા સેવાઓની ઓનલાઈન જાહેરાતો ઉપર કડકાઈ કરી દીધી છે.

 સામાન્ય લોકોમાં પણ અંદરો-અંદર શંકાઓ વધી ગઈ છે. જેનાથી વાકરેસાસેયા એજન્ટો માટે કામ કરવું મુશ્કેલ થયું છું. ઊંચા ભાવ અને વિવાદો વચ્ચે પણ આ બિઝનેસ આગળ વધી રહ્યો છે.

 પૈસાદાર લોકોમાં આવા એજન્ટોની માંગ ખૂબ જ વધારે છે. જાપાનમાં આશરે ૨૭૦ વાકરેસાસેયા એજન્સીઓ ઓનલાઈન એડ આપી રહી છે. વાકરેસાસેયા સેવા મોંઘી છે. એટલા માટે કલાઈન્ટ સામાન્ય રીતે અમીર જ હોય છે. એક કામ માટે કયારેક ૩૮૦૦ ડોલર અથવા મોટું કામ હોય તો ૧.૯૦ લાખ ડોલર સુધી ફી હોય છે.

(9:38 am IST)