Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

અમેરિકામાં એમેઝોન આપશે હવે ગ્રાહકોને ડ્રોન ડિલિવરી

નવી દિલ્હી: અમેરિકાના એવિએશન વિભાગે એમેઝોનને ડ્રોનથી પ્રોડક્ટની ડિલિવરી કરવાની પરવાનગી આપી દીધી છે. એમેઝોન આકાશના માર્ગે સામાન ગ્રાહકના ઘરે પહોંચાડશે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું એક નવું પ્રકરણ આલેખાશે. ડ્રોનથી પ્રોડક્ટની ડિલિવરી થશે તે સાથે જ ઈ-કોમર્સ ક્ષેત્રે નવી ક્રાંતિ આવશે.એમેઝોન 201૩થી ડ્રોનની મદદથી ડિલિવરી કરવાના પ્રયોગો કરે છે. એમેઝોને હાથ ધરેલા પાયલટ પ્રોજેક્ટ્સને સફળતા મળી ચૂકી છે. ટૂંક સમયમાં અમેરિકામાં કંઈક આવી રીતે ડિલિવરી થશે. ગ્રાહક ઓનલાઈન ઓર્ડર પ્લેસ કરશે. કંપની ઓનલાઈન ઓર્ડરને અપ્રૂવ કરશે. એ પછી સામાન ડ્રોનમાં મૂકીને લોક કરી દેવાશે. ગ્રાહકને મોબાઈલમાં ઓટીપી અપાશે. ડ્રોન ગ્રાહકના ઘરે પહોંચશે એ વખતે ગ્રાહકે ઓટીપી નાખીને ડ્રોનમાં સીલ કરેલું બોક્સ ખોલીને પોતાનો સામાન મેળવી લેવાનો રહેશે. ડ્રોનમાં ગોઠવેલા કેમેરા ગ્રાહકનો ફેસ સ્કેન કરીને માહિતી એમેઝોનના સર્વિસ સેન્ટરને આપશે. આ રીતે ડિલિવરી પૂરી થઈ ગણાશે.

(7:11 pm IST)