Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

દક્ષિણ આફ્રિકમાં 6 મહિના પછી ફરીથી શરૂ થઇ ઇન્ટરનેશનલ ફ્લાઇટ

નવી દિલ્હી:દુનિયામાં 10માં નંબર પર સંક્રમિત દેશ દક્ષિણ આફ્રિકામાં ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સને ફરીથી શરૂ કરી દેવામાં આવી છે કોરોના મહામારીના કારણોસર 6 મહિનાથી બધી જ ફ્લાઈટ્સને ત્યાં બંધ કરી દેવામાં આવી  હતી  પ્રથમ ઇન્ટરનેશનલ ફ્લાઇટને ગુરુવારના રોજ સવારના ઉડાન ભરવા માટે હરિ ઝંડી આપવામાં આવી હતી. જર્મનીથી જોહ્સનબર્ગ અને આર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આ ફ્લાઇટ પહોંચી હતી. કેપટાઉન અને ડરબનમાં એરપોર્ટ ઇન્ટરનેશનલ યંત્રોને ફરીથી શરૂ કરી દીધું છે. ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં યાત્રા કરનાર યાત્રીઓને 72 કલાક પહેલા કોવીડ-19 નેગેટિવ રિપોર્ટ જમા કરાવવાનો રહેશે યાત્રા કરવા દરમ્યાન થોડાક નીતિ નિયમોનું પાલન કરવું પણ ફરજીયાત રહેશે. પર્યટકોને રશિયા,બ્રિટેન અને અમેરિકા સહીત 50થી વધારે દેશોમાં યાત્રા કરવાની હજુ સુધી પરવાનગી આપવામાં આવી નથી.

(5:54 pm IST)