Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

દુનિયામાં કોરોના વાયરસથી મૃત્યુ પામેલ લોકોનો આંકડો 50 લાખને પણ પાર થઇ ગયો હોવાની માહિતી

નવી દિલ્હી: દુનિયામાં કોવિડ-19થી મૃત્યુથી થયેલા લોકોનો આંકડો 50 લાખને પાર પહોંચી ગયો છે. આ સંખ્યા ન્યૂઝીલેન્ડની કુલ વસતિથી પણ વધુ છે. જોન હોપકિન્સ યુનિવર્સિટીના એક રિપોર્ટ મુજબ 50 લાખ મોતનો આંકડો 19 મહિનામાં પૂરો થયો. તેનાથી મહામારીની ગંભીરતાનો અંદાજો લગાવી શકાય છે. ન્યૂઝ એજન્સીએ કેટલાંક એક્સપર્ટસના અહેવાલથી જણાવ્યું કે મૃત્યુ થયેલા લોકોનો વાસ્તવિક આંકડો ત્રણ ગણો કે તેનાથી પણ વધુ હોય શકે છે.

રિપોર્ટ મુજબ આ મહામારીએ અમેરિકા, બ્રાઝીલ, ભારત, મેક્સિકો અને બ્રિટનને સૌથી વધુ પ્રભાવિત કર્યા છે. છેલ્લાં 28 દિવસમાં દુનિયાભરમાં 1.97 લાખ સંક્રમિતોના મોત થયા. આ દરમિયાન એક કરોડ 17 લાખ નવા કેસ સામે આવ્યા. અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા સૌથી વધુ 4.68 કરોડ છે. ભારતમાં 3.42 કરોડ લોકો વાયરસની ઝપેટમાં આવી ગયા છે. ત્રીજા નંબરે હાલ બ્રાઝીલમાં આ સંખ્યા 2.18 કરોડ છે.

(6:27 pm IST)