Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

રશિયામાં એક શખ્સે બે સગીર બહેનોને આ કારણોસર આઠમા માળેથી નીચે ફેંકી દીધી

નવી દિલ્હી: રશિયામાં એક વ્યક્તિએ બે સગીર બહેનોને આઠમા માળેથી નીચે ફેંકીને મારી નાખી. આરોપ છે કે બંને બાળકીઓ ઘણો વધારે શોર કરી રહી હતી, તેથી શખ્સે તેમને બિલ્ડિંગથી નીચે ફેંકી દીધી. આ મામલે પોલીસે શખ્સની ધરપકડ કરી લીધી છે. હેલોવીન પર એક રહેણાંક મકાનમાંથી બે બાળકીઓના પડવાથી મોત નીપજ્યા. એક બાળકીની ઉંમર 9 વર્ષ હતી, જ્યારે બીજાની ઉંમર 14 વર્ષ હતી. આ બાળકીઓના મોત મામલે ફ્લેટમાં ભાડા પર રહેતા 23 વર્ષીય ઓચુર સૈન્ચેટની ધરપકડ કરવામાં આવી છે. બાળકીઓ ફ્લેટમાં ખૂબ જ અવાજ કરી રહી હતી જેને લઈને સેન્ચેટ ભડકી ઉઠ્યો. તેણે આઠમા માળેથી તેમને બારીમાંથી બહાર ફેંકી દીધા. પોલીસ અનુસાર સૈન્ચેટે બંને સગીર બહેનોને બિલ્ડિંગથી નીચે ફેંકવાની વાત કબૂલ કરી છે. એક બહેનનુ મોત 80 ફૂટથી નીચે પડ્યા બાદ થઈ, જ્યારે બીજાનુ હોસ્પિટલમાં મોત થઈ ગયુ.

(6:28 pm IST)