Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd November 2021

600 દિવસ પછી ઓસ્ટ્રેલિયાએ પોતાના નાગરિકો માટે ખોલ્યા દરવાજા

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ્સ પર આશરે 600 દિવસ પછી રોનક દેખાઈ રહી છે. અહીંનાં વિવિધ એરપોર્ટ પરિસરમાં આશરે બે વર્ષ પહેલાં છૂટા પડેલા પરિવારોના મિલનનાં ભાવુક દૃશ્યો જોવા મળી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયન સરકારે બે વર્ષ પહેલાં 20 માર્ચ, 2020ના રોજ કોરોના પ્રકોપ રોકવા તમામ સરહદો સીલ કરી દીધી હતી. એ વખતે દેશ બહાર ગયેલા ઓસ્ટ્રેલિયન નાગરિકો વિદેશોમાં ફસાઈ ગયા હતા. જોકે, વેસ્ટર્ન અને સાઉથ ઓસ્ટ્રેલિયા રાજ્યોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટોને લેન્ડિંગની મંજૂરી નથી આપી. વડાપ્રધાન સ્કોટ મોરિસનનું કહેવું છે કે જો વિદેશમાં ફસાયેલા નાગરિકોએ બંને ડોઝ લઈ લીધા હોય તો તેમના પાછા આવવા પર વિવિધ રાજ્યોએ કોઈ અડચણો ના નાંખવી જોઈએ. આપણે જેમ બને તેમ ઝડપથી વિદેશી વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે દેશ ખોલવો જ પડશે.

ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધી 1.70 લાખ કોરોના કેસ નોંધાયા છે અને આશરે 1700 મોત થયાં છે. આ સાથે વિક્ટોરિયા સરકારે પણ સ્પષ્ટતા કરી છે કે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓએ 14 દિવસ ક્વોરેન્ટાઈન થવું પડશે. સરકારે ભારત બાયોટેકની કોવેક્સિનને પણ માન્યતા આપી દીધી છે.

(6:32 pm IST)