Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

નમકના કણ જેવડો અતિ સુક્ષ્મ કેમેરો પોતાથી પ લાખ ગણી મોટી તસવીર ખેંચે છે

માનવ શરીરના ઇલાજ દરમિયાન અંદર જોવામાં ઉપયોગી થશે

વોશીંગ્ટન તા. રઃ મીઠાના કણ જેવડો હોવા છતાં એક નવો માઇક્રોસ્કોપીક કેમેરો કોઇ સામાન્ય કેમેરાની બરાબર કે પોતાથી પ લાખ ગણી મોટી તસવીર ખેંચી શકતા અલ્ટ્રા કોમ્પેકટ ઓપ્ટીકસ ડીવાઇસને અમેરિકાની પ્રિસંટન અને વોશીંગ્ટન યુનિર્વસીટીની ટીમે બનાવ્યું છે.

શોધકર્તાઓ મુજબ આ કેમેરાથી ડોકટરોને ઇલાજ દરમિયાન વિશિષ્ટ પરિસ્થિતિમાં માનવ શરીરની અંદર જોવામાં મદદ મળી શકે છે. કેમેરો ફકત અડધા મીમી પહોળો છે અને કાચ જેવી વસ્તુથી બનેલો છે. જેમાં ૧.૬ મિલીયન નાના વેલણાકાર ઓપ્ટીકલ એન્ટેના સાથે કવર કરાયેલ ખાસ પ્રકારનું મેટાસરફેસ છે. શોધ નેચર કમ્યુનિકેશંસ જનરલમાં પ્રકાશીત થઇ છે.

(12:30 pm IST)