Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

વધતા પ્રદુષણને લઈને હવે બેજિંગમાં બ્લુ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

નવી દિલ્હી: પ્રદૂષણ દુનિયા માટે મોટો પડકાર બની ગયું છે. દિલ્હી તો દુનિયાનાં સૌથી પ્રદૂષિત 10 શહેરોમાં સામેલ છે. નવેમ્બરમાં દિલ્હી-એનસીઆરના લોકોએ સૌથી વધુ ખરાબ હવામાં શ્વાસ લીધો. આ સમગ્ર મહિનામાં 11 દિવસ હવા ગૂંગળામણવાળી રહી.

દૂષિત હવા સામે ઝઝૂમી રહેલાં શહેરો માટે ચીન, ફ્રાન્સ સહિત અનેક દેશોના નિર્ણય મોડલરૂપ સાબિત થઈ શકે છે. કડક નિર્ણયો અને જનસહયોગથી આ દેશોએ પ્રદૂષણને કાબૂમાં લેવામાં સફળતા મેળવી. આજે વિશ્વ પ્રદૂષણ નિયંત્રણ દિવસ પર જાણીએ કયા ઉપાયોથી આ સંભવ થયું...

 ગત સદીની આખરે ચીનની રાજધાની બેઈજિંગ પ્રદૂષણથી બેહાલ હતી. 2013માં નેશનલ એર ક્વૉલિટી એક્શન પ્લાન બન્યો. બેઈજિંગ અને તેની આજુબાજુનાં સ્થાપિત કારખાનાંઓમાં તાળાં મારી દેવાયાં. સ્ટીલ તથા એલ્યુમિનિયમનું ઉત્પાદન ઘટાડાયું. પ્રદૂષણ ફેલાવતાં લાખો વાહનોને માર્ગમાંથી હટાવાયાં. રેડલાઈન ક્ષેત્ર જાહેર કરી વન કે હરિત ક્ષેત્રો નજીક નિર્માણ કાર્યો પર બેન મુકાયો. નાજિંગમાં માનવનિર્મિત જંગલો બનાવાયાં. તેનાથી દર વર્ષે 25 લાખ ટન કાર્બન ડાયોક્સાઈડના સંકોચનમાં મદદ મળી

(5:58 pm IST)