Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

કેન્યાની 91 વર્ષ જૂની લાઇબ્રેરીને બે મહિલાઓએ આપ્યો નવો અવતાર

નવી દિલ્હી : આફ્રિકી દેશ કેન્યા ઔપનિવેશક કાળમાં બ્રિટિશ શાસન હેઠળ હતું. આ દરમિયાન બ્રિટિશરોએ 1930માં નૈરોબીમાં મેકમિકલ મોમોરિયલ લાઈબ્રેરી બનાવી હતી. આગામી લગભગ 30 વર્ષ સુધી આ લાઈબ્રેરીમાં કેન્યાના અશ્વેતોની જવાની મંજૂરી નહોતી. તેના પછી જ્યારે કેન્યાને આઝાદી મળી તો આ લાઈબ્રેરી વિખેરી નખાઈ. ઈમારત પર પણ ધ્યાન ન અપાયું. પુસ્તકો પણ ધૂળ ખાવા લાગ્યાં. 2018માં કેન્યાની બે મહિલાઓ એન્જેલા વેચહુઆ અને વેનજીરુ કોઈનાનગીએ આ વારસાને મેકઓવર કરવાનો સંકલ્પ લીધો. આ લાઈબ્રેરીનાં 1.37 લાખ પુસ્તકોની સારસંભાળ કરવી મોટું પડકારજનક કામ હતું પણ આ બંનેએ હિમ્મત ન હારી અને કામમાં લાગી ગઈ. એન્જેલા કહે છે કે લોકો અમને પૂછતા હતા કે લાઈબ્રેરીની સારસંભાળ કરવાથી સામાન્ય લોકોને શું ફાયદો મળશે? તેના જવાબમાં એન્જેલા કહ્યું કે આ દેશના વારસાને ફરી જીવંત કરવા જેવો છે. દેશના લોકોને ક્યારેય લાઈબ્રેરીમાં જઈને વાંચવાની તક નથી મળી. હવે લોકો આ દુર્લભ પુસ્તકો વાંચી રહ્યા છે. હવે એન્જેલા અને વેનજીરુ આ પુસ્તકોને ડિજિટલ ફોર્મેટમાં પણ બદલી રહી છે. જેનાથી કેન્યાની આગામી પેઢીઓ આ વારસાને વાંચી શકે. લાઈબ્રેરી વિશે જાણકારી આપવા તે ખુદ પોતાની ટીમના સભ્યોને આજુબાજુ મોકલે છે. લાઈબ્રેરીમાં બાળકોને પણ આકર્ષિત કરવા માટે પુસ્તકો સામેલ કરાઈ રહ્યાં છે.

(5:59 pm IST)