Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી થાય છે આ નુકશાન

નવી દિલ્હી: જ્યારે પણ આપણે ક્યાંક બહાર જઈએ છીએ અને પાણીની તરસ લાગે છે ત્યારે આપણી કોઈ દુકાનમાંથી પાણીની બોટલ ખરીદી લેતા હોઈએ છીએ. ઉનાળામાં તો આપણે ફ્રિજમાં પણ પ્લાસ્ટિકની બોટલોમાં પાણી ભરીને મૂકીએ છીએ. કસરત કરવા માટે જીમમાં જઈએ તો પણ અનેક લોકો પ્લાસ્ટિકની બોટલમાં પાણી લઈને જાય છે. પરંતુ શું તમને ખબર છે કે પ્લાસ્ટિકની બોટલમાં લાંબા સમય સુધી પાણી સ્ટોર કરીને રાખવાથી તમારા સ્વાસ્થ્યને ખુબ જ ભારે નુકસાન થઈ શકે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ સિનસિનાટીના એક રિસર્ચ મુજબ પ્લાસ્ટિકની બોટલમાં Bisphenol A (BPA) નામનું કેમિકલ હોય છે. આ સાથે જ તેમાં હાનિકારક કેમિકલ્સ અને બેક્ટેરિયા પણ હોય છે. તેનાથી શુગર અને કેન્સર જેવી અનેક ખતરનાક બીમારીઓ થઈ શકે છે. પ્લાસ્ટિક એક પોલીમર છે. તે કાર્બન, હાઈડ્રોજન, ઓક્સીજન અને ક્લોરાઈડ મળીને બને છે. આવામાં તેમાં રહેલા કેમિકલ અને પોલીમરમાં મળી આવતા તત્વો જો બોડીમાં જાય તો તેનું અલગ જ કેમિકલ રિએક્શન થાય છે. આ રિએક્શન બોડીમાં અનેક બીમારીઓનું કારણ બની જાય છે. ન્યૂયોર્ક યુનિવર્સિટીના એક રિસર્ચમાં 5000 લોકો પર આ સ્ટડી થયો. આ 5000 લોકો પ્લાસ્ટિકની બોટલ યૂઝ કરતા હતા. તેમના યુરિન ટેસ્ટથી ખબર પડી કે મોટાભાગના લોકોને હોર્મોન સંલગ્ન સમસ્યા હતી. આ લોકો પ્લાસ્ટિક કે કોલ્ડ ડ્રિંકની બોટલમાં પાણી પીતા હતા. તેનું કારણ પ્લાસ્ટિકની બોટલમાં મળી આવતા હાનિકારક કેમિકલ્સ હતા. સિંગલ યૂઝ પ્લાસ્ટિક બોલટના ઉપયોગથી અનેક અન્ય બીમારીઓની આશંકા છે.

(6:13 pm IST)