Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

ઈંગ્લેન્ડમાં ખોદકામ દરમ્યાન મળી આવ્યો 2હજાર વર્ષ જૂનો કાંસકો

નવી દિલ્હી: સામાન્ય રીતે પ્રાચીન કાંસકાઓ લાકડા કે ધાતુના બનતા હતા પરંતુ હવે પુરાતત્વવિદોને એક એવો કાંસકો મળ્યો છે જેના વિશે તમને જાણીને નવાઈ લાગશે. આ કાંસકાને માણસની ખોપડીમાંથી બનાવવામાં આવ્યો હતો. આ પ્રાચીન કાંસકો 2000 વર્ષ પ્રાચીન છે. આને ઈંગ્લેન્ડના કેમ્બ્રિજશાયરમાં હાજર બાર હિલ ગામમાં શોધવામાં આવ્યો. બાર હિલ ગામમાં ત્રણ વર્ષથી ખનન ચાલી રહ્યુ હતુ જે 2018માં પૂર્ણ થયુ. જેમાં ઘણી પ્રાચીન વસ્તુઓ મળી આવી. આ લગભગ 750 બીસીથી એડી 43 સુધીની એટલે કે લોહ યુગ. જે કાંસકાની વાત થઈ રહી છે તે 2 ઈંચ લાંબો છે, જેમાં લગભગ એક ડઝન દાંતિયા છે. આને મ્યુઝિયમ ઓફ લંડન આર્કિયોલોજીમાં રાખવામાં આવ્યો છે. પુરાતત્વવિદોએ આને બાર હિલ કોમ્બ નામ આપ્યુ છે. બાર હિલ ગામમાં થયેલા ખનનથી લગભગ 2.80 લાખ પ્રાચીન વસ્તુઓ મળી આવી છે. જેની હજુ પણ તપાસ ચાલી રહી છે. હાલ આ કાંસકાના ઉપયોગને લઈને આર્કિયોલોજિસ્ટ ચોક્કસ નથી. આનો ઉપયોગ વાળ ઓળાવવા માટે થતો હતો. સજાવટના હેતુથી થતો હતો કે પછી આને તાવીજની જેમ પહેરતા હતા કેમ કે આ કાંસકાની વચ્ચેમાં એક ગોળ છિદ્ર પણ છે.

(6:14 pm IST)