Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

હોંગકોંગમાં 42 માળની બિલ્ડિંગમાં આગ ભભુકતા જ્વાળામુખી જેવા દર્શ્યો સર્જાયા

નવી દિલ્હી: હોંગકોંગમાં એક નિર્માણાધીન ઈમારતમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ આગ એટલી ભયંકર હતી કે કાટમાળમાં લાગેલી આગ જાણે કોઈ જ્વાળામુખી ફાટ્યો હોય અને તેનો લાવા માર્ગો પર ઊડી રહ્યો હોય તે રીતે નીચે વરસી રહી હતી. આ ઘટનામાં બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા જેમને ક્વિન એલિઝાબેથ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અહેવાલ અનુસાર હોંગકોંગના સિમ શા સુઈ વિસ્તારના શોપિંગ ડિસ્ટ્રિક્ટમાં એક ઈમારતનું બાંધકામ થઇ રહ્યું છે. એ જ ઈમારતમાં આગ લાગી હતી. જોકે ફાયર ફાઈટર્સની એટલી બધી ગાડીઓ પણ ઘટનાસ્થળે ધસી આવી હતી કે તમે પણ તે દૃશ્ય જોઈને ચોંકી જશો. જે જગ્યાએ આગ લાગી ત્યાં પહેલા હોંગકોંગની પ્રસિદ્ધ મરિનર ક્લબ આવેલી હતી જેની શરૂઆત હોંગકોંગના પૂર્વ ગવર્નર ડેવિડ ટ્રેન્ચે ૧૯૬૭માં કરી હતી. તેને ૨૦૧૮માં તોડી પાડવામાં આવી અને હવે ત્યાં ૪૨ માળની કિંપટન હોટેલનું નિર્માણ ચાલી રહ્યું હતું. 

(6:16 pm IST)