Gujarati News

Gujarati News

News of Friday, 3rd March 2023

સ્પેસ એક્સ ક્રૂ-6 મિશનનું સફળતા પૂર્વક લોન્ચિંગ થયું હોવાની માહિતી

નવી દિલ્હી:  ઈલોન મસ્કની અંતરીક્ષ ક્ષેત્રની દિગ્ગજ કંપની સ્પેસ એક્સે ચાર અવકાશ યાત્રીઓને નાસાના આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં મોકલ્યા છે. અમેરિકા, રશિયાના અવકાશ યાત્રીઓ સાથે યુએઈનો અવકાશ યાત્રી પણ આ મિશનમાં શામેલ હતો. આ સાથે જ તે અરબ દુનિયાનો એક મહિનાથી વધુ સમય માટે અવકાશ મિશન પર જનારો પહેલો વ્યકિત બની ગયો છે. ફાલ્કન રોકેટને મધરાત્રે કેનેડી સ્પેસ સ્ટેશનથી છોડવામાં આવ્યું હતું. આ પહેલા સોમવારે રોકેટ ઉડી ન શકતા મિશનને અટકાવવામાં આવ્યું હતું. સ્પેસ એક્સની છઠ્ઠી ઓપરેશનલ ક્રૂમાં અમેરિકી સ્પેસ એજન્સી નાસાના બે, રશિયાની સ્પેસ એજન્સી અને યુએઈના એક-એક અવકાશ યાત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.  આ મિશન હેઠળ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચનારા અવકાશ યાત્રીઓ ૬ મહિના સુધી નાસાના સ્પેસ સ્ટેશનમાં રહેશે અને વિજ્ઞાાનથી જોડાયેલા અનેક પ્રયોગો કરશે. આ મિશનનું નેતૃત્વ ૫૯ વર્ષીય સ્ટીફન બોવેન કરી રહ્યા છે. સ્ટીફન આ પહેલા અમેરિકન નેવીમાં અધિકારી રહી ચૂક્યા છે. આ સાથે જ સ્ટીફન અવકાશમાં ૪૦ દિવસ રહેવાનો અનુભવ ધરાવે છે.

(6:16 pm IST)