Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ગ્રેનેડ સાથે રમવાથી વિસ્ફોટ થતા ત્રણ બાળકોના મોત

નવી દિલ્હી:  પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્ખા (કેપીકે) પ્રાંતમાં નકામા પડેલા ગ્રેનેડ સાથે રમતા વિસ્ફોટ થતાં ત્રણ બાળકોનાં મોત નીપજ્યાં હતાં. કેપીકે પ્રાંતમાં એક મહિનાની અંદર આવો બીજો કેસ છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, આ ઘટના દુર્ગમ નાસરાન જિલ્લાની ત્યારે બની જ્યારે બાળકોને ખુલ્લા વિસ્તારમાં હેન્ડ ગ્રેનેડ મળ્યો અને બાળકો તેને રમકડા બોમ્બની જેમ ઘરે લાવ્યા અને બાદમાં તેની સાથે રમવાનું શરૂ કર્યું. રમતી વખતે ગ્રેનેડ ફૂટ્યો અને ત્રણ બાળકોનાં મોત નીપજ્યાં. પોલીસની એક ટીમ તપાસ માટે સ્થળ પર રવાના કરાઈ છે.

ખૈબર પખ્તુનખ્ખા (કેપીકે) પ્રાંતના મુખ્યમંત્રી મહેમૂદ ખાને બાળકોના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને તેમના માટે પ્રાર્થના કરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, પાકિસ્તાનના પ્રતિકૂળ આદિવાસી જિલ્લામાં આવી ઘણી ઘટનાઓ બની છે, જ્યાં બોમ્બ અને ગ્રેનેડ સામાન્ય રીતે બગીચા અને ખુલ્લા મેદાનમાં નિષ્ક્રિય જોવા મળે છે.

પાકિસ્તાનની દક્ષિણ વજીરિસ્તાનમાં 3 જૂને આવી જ ઘટના બની હતી, જ્યારે ગ્રેનેડ ફૂટ્યા પછી ત્રણ બાળકોનાં મોત નીપજ્યાં હતાં. બાળકોને ખુલ્લા મેદાનમાં ગ્રેનેડ મળી ગયું હતું અને તે એક પ્રકારનું રમકડું ગણીને તેની સાથે રમી રહ્યા હતા.

(6:22 pm IST)