Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

જાપાનની રાજધાની ટોક્યોમાં ભયાનક ભુસખ્લનમાં મોટા પ્રમાણમાં જાનમાલને નુકશાની પહોંચી હોવાની માહિતી

નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોકીયોનાં પશ્ર્ચિમમાં સ્થિત અટામીમાં શનિવારે ભયાનક ભૂસ્ખલન થતાં અનેક ઘર વહી ગયા હતા. આ ઘટનાને પગલે મોટા પ્રમાણમાં જાનમાલને નુકશાન થયું છે. ઉપરાંત અનેક લોકો લાપતા છે. ડીઝાસ્ટર મેનેજમેન્ટનાં અધિકારીઓએ જણાવ્યું કે, આ ભૂસ્ખલનમાં ઓછામાં ઓછો 19 લોકો ગુમ થયા છે. જેની સંખ્યા વધી શકે છે. બચાવકર્મીઓ દ્વારા તપાસની કામગીરી શરુ છે. આ અઠવાડીયાના આરંભથી જ જાપાનમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જેને પગલે પૂર અને ભૂસ્ખલનનું જોખમ વધ્યું છે. ઈજુસાન નામના વિસ્તારમાં થયેલા ભૂસ્ખલન બાદ કેટલાક લોકોને તરત જ આ ક્ષેત્રમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધા હતા. આ ઘટના પરનાં ટીવી ફૂટેજ પરથી જાણી શકાય છે કે પુલનો એક ભાગ જમીનદોસ્ત થયો છે. હાલ પોલીસ, આત્મરક્ષા બચાવ દળ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. ભૂસ્ખલનની ચપેટમાં આવનારા વિસ્તારોમાં એક પ્રસિદ્ધ તીર્થસ્થાન સહીત રહેણાંક વિસ્તાર અને શોપીંગ સ્ટ્રીટ સામેલ છે.

(6:23 pm IST)