Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

અમેરિકાની એક સાથે 200 કંપનીઓ પર સાયબર એટેક થયો હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકા ફરી એક વખત સાયબર એટેકનો ભોગ બન્યુ છે. હેકરો દ્વારા અમેરિકાની 200 કંપનીઓ પર એક સાથે કોલોસેલ રેનસમવેર એટેક કરવામાં આવ્યો છે. હંટ્રેસ લેબે કહ્યુ કે હેકિંગ મારફતે ફ્લોરિડામાં આવેલી આઇટી ફર્મ કાસિયા કંપનીના સર્વરને પહેલાં હેકરો એ ટાર્ગેટ કરી હતી અને ત્યારબાદ આ જ કંપનીના સોફ્ટવેરનો ઉપયોગ કરી અમેરિકાની અન્ય કંપનીઓ સુધી હેકરો ઘુષણખોરી કરી હતી. સાયબર એટેકનો ભોગ બનનાર કંપની કાસિયાનું કહેવું છે કે, આ સંભવિત એટેકની તપાસ કરવામાં આવી રહી છે.

ઉપરાંત હંટ્રેસ લેબ એ એવુ પણ કહ્યુ કે, આ સાયબર એટેક પાછળ રશિયા સંબંધિત REvil રેનસમવેર ગેંગનો હાથ છે. અમેરિકામાં સાયબર સિક્યુરિટીનું કામ કરતી એજન્સીનું કહેવું છે કે, આ સાયબર એટેક શુક્રવારે બપોરે થયો હતો જ્યારે મોટાભાગની અમેરિકન કંપનીઓના કર્મચારીઓ લાંબા વીકએન્ડ પર જવાની તૈયારી કરી રહ્યા હતા.

આઈટી કંપની કાસિયાના કહેવા પ્રમાણે હેકરોએ કંપનીના કોપ્રોટે સર્વર, નેટવર્ક ડિવાઈસ ચલાવતી એક એપ્લિકેશન સાથે છેડછાડ કરી છે. હવે કંપની પોતાની ક્લાયન્ટ કંપનીઓને સર્વર શટડાઉન કરવા માટે જણાવી દીધુ છે. સાયબર સિક્યુરિટી ફર્મ હંટ્રેસ લેબ્સનું કહેવું છે કે, આ એટેકના કારણે 200 કંપનીઓ પર અસર થઈ છે અને આની સંખ્યામાં વધવાની પણ શક્યતા છે.

(7:27 pm IST)