Gujarati News

Gujarati News

News of Saturday, 3rd July 2021

ચીનમાંથી 1.46 લાખ વર્ષ જૂની માનવ ખોપડી મળી હોવાની માહિતી

નવી દિલ્હી: ચીનની સભ્યતા ઘણી પ્રાચીન છે એના પ્રમાણો સમયાંતરે મળતા રહે છે. આ રહસ્યમયી પાડોશી દેશમાંથી ૧.૪૬ લાખ વર્ષ જુની માનવ ખોપડી મળી આવી છે. જો કે આ માનવ ખોપડી માનવ વિકાસ પરના સંશોધન માટે ઉપયોગી છે. જીવાશ્મના પૃથ્થકરણ સાથે ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડાય તેમ છે. આ એવા માનવ સમૂહની વાત છે જે થિએન્ડરદલની નજીકનો ગણાય છે. યાદ રહે નિએન્ડરડલને આધુનિક માણસનો નજીકનો માનવામાં આવે છે. નવા મળી આવેલા માનવ ખોપડીના જીવાશ્મને ચીની રિસર્ચસે હોમો લાંગી કે ડ્રેગન મેન નામ આપ્યું છે. લંડનમાં નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમના રિસર્ચ પ્રોફેસર ક્રિસ સ્ટ્રિંગરનું કહેવું છે કે આ છેલ્લા ૫૦ વર્ષ દરમિયાનની સૌથી મોટી શોધ છે.

એવું માનવામાં આવે છે કે આવી માનવ ખોપડી ૧૯૩૩માં ચીની મજૂરોને મળી હતી જે હાર્બિન પ્રાંતમાં સૌન્ગુઆ નદી પર એક પૂલ બનાવી રહયા હતા. આ ખોપડીને જાપાનીઓના હાથમાં આવતી અટકાવવા એક કુવામાં સંતાડી દેવામાં આવી હતી. જેને ખોપડી છુપાવી હતી તેણે પોતાના પુત્રને મુત્યુ પહેલા જણાવ્યું હતું. આમ તો આ ખોપડી વર્ષ ૨૦૧૮માં હાથ લાગી પરંતુ તે કેટલી જુની છે તેના પર બે વર્ષના સંશોધન પછી મોહર મારવામાં આવી છે. જિયો યુનિવર્સિટીના પ્રોફેસર કિયાન્ગજી એ જિયો કેમિકલ તકવીકની મદદથી આકલન કર્યુ હતું જેમાં આ ખોપડી ૧.૪૬ લાખ વર્ષ જુની હોવાનું પ્રમાણ મળ્યું હતું.

(6:26 pm IST)