Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

રહેવા માટે સૌથી સસ્તા દેશની રીતે જાહેર થયો પાકિસ્તાન

નવી દિલ્હી: આખી દુનિયાની દ્રષ્ટિએ પાકિસ્તાન રહેવા માટે સૌથી સસ્તો દેશ જાહેર થયો છે. પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ રાજ્ય મંત્રી ફારુખ હબીબે વિશ્વ જનસંખ્યા સમીક્ષા સૂચકાંકની વાર્ષિક રિપોર્ટ શેર કરી છે. જેના અનુસાર 2021માં પાકિસ્તાનમાં કોસ્ટ ઓફ લિવિંગ સૌથી ઓછી છે. કોઈપણ દેશની કોસ્ટ ઓફ લિવિંગ ત્યાં આરામથી રહેવા માટે જરૂરી ખર્ચ વિશે જણાવે છે. જેમકે રહેવાનું ભાડુ, રાશન, ટેક્સ અને હેલ્થ કેયર જેવી પાયાની બાબતોના ભાવના આધારે તમે નક્કી કરી શકો કે તે દેશ રહેવાની દ્રષ્ટિએ તમારા માટે રિઝનેબલ છે કે નહીં.

અમુક દેશોમાં રહેવાનો ખર્ચો ખૂબ વધારે હોય છે. ખાસ કરીને અમેરિકાના મોટા શહેરોની આસપાસના ક્ષેત્રોમાં. ન્યૂયોર્ક અને સેનફ્રાન્સિસ્કો જેવા શહેરોમાં રહેવાનો ખર્ચો સૌથી વધારે હોય છે. બીજી તરફ અમુક દેશોમાં રહેવાનો ખર્ચ ખૂબ ઓછો હોય છે અને લોકો પોતાના બજેટના હિસાબે રહેવા માટે દેશોમાં જવાનું પસંદ કરે છે. વિશ્વ જનસંખ્યા સમીક્ષા સૂચકાંક અનુસાર, પાકિસ્તાન 18.52 ઈન્ડેક્સની સાથે સૌથી સસ્તો દેશ છે. ત્યાર પછી અફઘાનિસ્તાન અને ભારતનો નંબર આવે છે. રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાનની કોસ્ટ ઓફ લિવિંગ ઈન્ડેક્સ 24.51 છે. જ્યારે ભારતની કોસ્ટ ઓફ લિવિંગ 25.14 છે. ભારત પછી સીરિયા ચોથો સૌથી સસ્તો દેશ છે.

(6:10 pm IST)