Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

તાજેતરમાં જાપાનમાં થયેલ એક ખુલાસા મુજબ 100 વર્ષ જીવતા બુઝુર્ગોના આંતરડામાં એક ખાસ પ્રકારનો સારો બેકટેરીયા મળી આવે છે

નવી દિલ્હી: આપણા શહેરમાં રહેલા બેકટેરીયામાં એક વર્ગ એવો છે જે તબીયત માટે લાભદાયક પણ છે. તાજેતરમાં જાપાનમાં એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે 100 વર્ષ જીવતા બુઝુર્ગોના આંતરડામાં એક ખાસ પ્રકારનો સારો બેકટેરીયા મળી આવે છે, તે જે ઉંમરમાં વૃદ્ધોનો ખાસ ખ્યાલ રાખે છે. અભ્યાસ અનુસાર બેકટેરીયા સેક્ધડરી બાઈલ અમ્લ છોડે છે. જે વય વધારવામાં મદદ કરે છે. ટોકયોમાં કિયો યુનિવર્સિટી સ્કુલ ઓફ મેડીસીનમાં માઈક્રોબાયોલોજી વિભાગના પ્રો. ડો. કેન્યા હોન્ડાએ જણાવ્યું હતું કે બેકટેરીયાથી લોકોને તંદુરસ્ત રહેવામાં મદદ મળે છે. અધ્યયન તાજેતરમાં 'નેચર' જર્નલમાં પ્રકાશિત થયું છે. બેક્ટેરીયા માત્ર એવા લોકોમાં જોવા મળે છે જે 100 કે એથી વધુ વય જીવે છે. જો કે હજુ વાત મજબૂત નથી બની કે બેકટેરીયાના કારણે તેમને દીર્ઘાયુ મળે છે પણ પુષ્ટ થયું છે કે તેઓ પોતાની વૃદ્ધાવસ્થામાં તંદુરસ્ત રહે છે.

(6:12 pm IST)