Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd August 2021

ઓએમજી....વૈજ્ઞાનિકોએ પાણીમાં વિસ્ફોટ કરીને તૈયાર કર્યું સોનુ

નવી દિલ્હી:  વૈજ્ઞાનિકોએ પાણીમાં વિસ્ફોટ કરીને સોનું તૈયાર કર્યું છે. હવે રિસર્ચર્સે પાણીમાંથી સોનું બનાવી નાખ્યું છે. પ્રગની ચેક અકાદમી ઓફ સાયન્સિસમાં કારનામું ફિઝિકલ કેમિસ્ટે કરી દેખાડ્યું છે. તેમણે પાણીને સોનેરી, ચમકતી ધાતુમાં બદલી દીધું અને તે પણ અનોખી ટેક્નિકથી. સામાન્ય રીતે કોઈ વસ્તુ પર વધારે પ્રેશર નાખવાથી તે ધાતુમાં બદલાઈ શકે છે. તેમાં ઉપસ્થિત એટમ કે મોલિક્યૂલ એટલી નજીક આવે છે કે તેમાં બાહરી ઇલેક્ટ્રોન શેર થાય છે અને તેના વડે વીજળી કંડક્ટ થઈ શકે છે.

આવી જ 1.5 કરોડ એટમોસ્ફીયર પ્રેશર પાણી પર આપવાથી થઈ શકે છે હાલમાં લેબ ટેક્નિકમાં સંભવ નથી. નવી સ્ટડીના સહ લેખક પોવેલ જંગવાર્થે તેના માટે બીજી રીત શોધી કાઢી છે. ઇલેક્ટ્રોન શેરિંગ માટે તેમણે alkali metalનો ઉપયોગ કર્યો. સોડિયમ અને પોટેશિયમ જેવા રીએક્ટિવ એલિમેન્ટ્સનું ગ્રુપ હોય છે. જોકે પડકર પણ રહ્યો કેમ કે પાણીના સંપર્કમાં આવવાથી ભયાનક વિસ્ફોટમાં બદલાઈ જાય છે. તે માટે એવા એક્સપરિમેન્ટ તૈયાર કરવામાં આવ્યા જેથી રીએક્શન ધીમું થઈ જાય અને વિસ્ફોટ થાય.

એક સિરિંજને પોટેશિયમ અને સોડિયમથી ભરવામાં આવા જે સામાન્ય તાપમાન પર તરલ હોય છે અને તેને વેક્યૂમમાં રાખી દેવામાં આવી. ત્યારબાદ સિરિંજથી મશ્રણના ટીપાં કાઢવામાં આવ્યા જેમાં ઓછી માત્રામાં વરાળ આપવામાં આવી. ટીપાં પર પાણી થોડી સેકન્ડ માટે એકત્ર થઈ ગયું. જેમ આશા હતી, મિશ્રણના ટીપાંથી ઇલેક્ટ્રોન પાણીમાં જતા રહ્યા અને થોડી સેકન્ડ માટે પાણી સોનેરી થઈ ગયું.

(6:13 pm IST)