Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

૧૫૦ રૂપસુંદરીઓ સાથે પાર્ટી કરવા સાઉદીના પ્રિન્સે ટાપુ ભાડે રાખ્યો

સાઉદી અરેબિયાના પ્રિન્સ મહોમ્મદ બિન સલમાન ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે

રીયાધ, તા.૩: તેમના પર લખાયેલા એક પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, સલમાને ૧૫૦ મોડેલ્સ સાથે પાર્ટી કરવા માટે એક આખો ટાપુ બૂક કરાવ્યો હતો. આ મોડેલ્સની સાથે સલમાનના કેટલાક અંગત મિત્રોને પાર્ટીમાં સામેલ થવા માટે આમંત્રણ અપાયુ હતુ. આ ટાપુ પર એક મહિના સુધી પાર્ટી કરવા માટે સલમાને યોજના બનાવી હતી. જોકે એક સ્થાનિક અખબારે આ અંગેનો અહેવાલ પ્રકાશિત કર્યા બાદ સલમાને વિદેશી મોડેલ્સ સાથે ટાપુ છોડવો પડ્યો હતો.

મહોમ્મદ બિન સલમાને ટાપુની સાથે તેના પરના ૪૮ પ્રાઈવેટ વિલા, તેમાં કામ કરતા ૩૦૦ જેટલા કર્મચારીઓને અને કૃત્રિમ સ્નો ફોલ માટેની મશિનને ભાડે રાખ્યુ હતુ. મહેમાનોની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને સ્માર્ટ ફોન પર પ્રતિબંધ મુકાયો હતો.

પુસ્તક લખનાર લેખકનુ કહેવુ છે કે, સલમાન સી પ્લેનથી આ ટાપુ પર પહોંચ્યા હતા. દુનિયાના મોંદ્યામાં મોંદ્યા ડીજેને પાર્ટી માટે હાયર કરવામાં આવ્યા હતા. એટલુ જ નહી પ્રિન્સે ૫૦ કરોડ ડોલરની એક યાચને પમ ભાડે રાખી હતી. જેમાં બે હેલીપેડ અને એક મૂવી થીયેટરની પણ સુવિધા હતી.

(3:43 pm IST)
  • ૨૪ કલાકમાં દેશમાં સૌથી વધુ ૮૩૮૮૩ કોરોના કેસ મૃત્યુઃ- ૧૦૪૩ સાજાઃ- ૬૮૫૮૪: અમેરિકામાં ૨૪ કલાકમાં કોરોના કેસ ૪૧૨૧૧ થયાઃ કુલ કેસ :- ૩૮,૫૩,૪૦૭: એકટીવ :- ૮,૧૫,૫૩૮: સાજા થયા :- ૨૯,૭૦,૪૯૩: કુલ મૃત્યુ :- ૬૭૩૭૬: ગઈકાલના ટેસ્ટ :-૧૧,૭૨,૧૭૯: કુલ કોરોના ટેસ્ટ :- ૪,૫૫,૯,૩૮૦ access_time 11:51 am IST

  • કોરોના મહામારી વચ્ચે રાજય સરકારનો મોટો નિર્ણય : પદાધિકારીઓ અને ધારાસભ્યોના વેતનમાં કરશે ઘટાડો : ૧ વર્ષ માટે મંત્રીઓ અને ધારાસભ્યોના પગારમાં ૩૦% કપાત કરાશે : વેતનમાં કપાત કરવા સરકાર વિધાનસભામાં લાવશે વિધેયક : કરાર આધારીત પુનઃ નિમણુક કરાયેલ નિવૃત અધિકારીઓને મળતા પગારમાં પણ ૩૦% કાપ મૂકાશે : કપાતથી બચેલી રકમ કોરોના મહામારી માટે વપરાશે access_time 6:26 pm IST

  • બીસીસીઆઈ ખેલાડીઓના પરિવારનું નિરીક્ષણ કરે છે : કોરોના વાયરસના કારણે ખેલાડીઓ પર નજર : ટીમોને ઈલેકટ્રોનિક બેઝિસ આપ્યા છે જે ફકત ખેલાડીઓ જ નહીં પરંતુ સપોર્ટ સ્ટાફ અને પરિવારની પાસે પણ છે access_time 2:39 pm IST