Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

દક્ષિણ જાપાનમાં લગભગ 6 હજાર ગાયોને લઈને જતું વહાણ અચાનક ગૂમ થઇ જતા ચકચાર

નવી દિલ્હી: દક્ષિણ જાપાનમાં લગભગ હજાર ગાયને લઇ જઈ રહેલું વહાણ બુધવારે ગુમ થયું હતું, જેની જાપાની રાહત ટીમ શોધજ આદરી છે. જહાજમાં 42 ક્રૂ મેમ્બર્સ હતા, અને ગાયબ થયા પહેલા જહાજ ખરાબ હવામાન વચ્ચે મુશ્કેલીમાં મુકાવાનો સંદેશ આપ્યો.

કોસ્ટગાર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોસ્ટ ગાર્ડએ બુધવારે મોડી રાત્રે એક ક્રૂ સભ્યને બચાવી લીધો હતો. તેમણે કહ્યું કે ફિલિપાઇન્સનો ક્રૂ સભ્ય ચાલવામાં સક્ષમ છે અને તેની તબિયત સારી છે.

તેમણે કહ્યું કે અગાઉ જાપાની નૌકાદળના પી -3 સી સર્વેલન્સ જહાજમાં જાણવા મળ્યું હતું કે જીવન બચાવનાર જેકેટ પહેરેલો એક વ્યક્તિ પાણીમાં પોતાને બચાવવા પ્રયાસ કરી રહ્યો છે.

(6:18 pm IST)