Gujarati News

Gujarati News

News of Friday, 3rd December 2021

હવેથી બ્લડ ટેસ્ટના માધ્યમથી મેન્ટલ હેલ્થ સાથે ડિપ્રેશનનું કારણ તથા સારવાર જાણવામા બ્લડ ટેસ્ટ મદદ કરશે

નવી દિલ્હી  : મેન્ટલ હેલ્થ અને મૂડ ડિસઓર્ડરની વધતી સમસ્યાથી હવે છુટકારો મળવાની શક્યતા વધી ગઇ છે. અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીના વિજ્ઞાનીઓને એક અભ્યાસ દ્વારા માલૂમ પડ્યું કે બ્લડ ટેસ્ટના માધ્યમથી મેન્ટલ હેલ્થ અને ડિપ્રેશનનું કારણ તથા સારવાર જાણવામાં બ્લડ ટેસ્ટ કારગત સાબિત થઇ શકે છે. બ્લડ ટેસ્ટમાં આરએનએ માર્કરની ઓળખ કરાય છે. તેના આધારે નર્વ્સ અને ઇમ્યુન સિસ્ટમ વિશે જાણવામાં આવે છે. આનાથી ડિપ્રેશનની સારવાર વધુ સારી રીતે થઇ શકશે. અભ્યાસનું નેતૃત્વ કરનારા ડૉ. એલેક્ઝાન્ડર નિકુલેસ્કુનું કહેવું છે કે બ્લડ ટેસ્ટથી ડિપ્રેશન અને બાયપોલર ડિસઓર્ડર વચ્ચેનો તફાવત સરળતાથી જાણી શકાશે. અગાઉ ડિપ્રેશનની સારવાર માટે ડૉક્ટરોએ દવાઓના કોમ્બિનેશન પર નિર્ભર રહેવું પડતું હતું. અભ્યાસથી સામે આવ્યું કે ડિપ્રેશનનું જૈવિક કારણ પણ હોય છે. દરેક વ્યક્તિના બ્લડ જીન બાયોમેકરમાં આરએનએ, ડીએનએ અને પ્રોટીનના અંશ હોય છે, જેમને બ્લડ ટેસ્ટ દ્વારા ડીકોડ કરાય છે. શરીરમાં મગજ, નર્વ્સ સિસ્ટમ અને ઇમ્યુન સિસ્ટમના વિકાસની પેટર્ન એકસરખી હોય છે. હવે બ્લડ ટેસ્ટ દ્વારા તે જાણીને ડિપ્રેશનની સારવાર થઇ શકશે.

(7:03 pm IST)