Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

જાપાનના આ બહેન ૧૧૯ વર્ષના થયા

આજે એટલી બધી બીમારીઓ અને સ્‍ટ્રેસ જીવનમાં છે કે કોઈ પોતાના જીવનની સેન્‍ચુરી કમ્‍પ્‍લીટ કરે તો પણ આશ્‍ચર્ય થાય

ટોકીયો, તા.૪: આજે એટલી બધી બીમારીઓ અને સ્‍ટ્રેસ જીવનમાં છે કે કોઈ પોતાના જીવનની સેન્‍ચુરી કમ્‍પ્‍લીટ કરે તો પણ આશ્‍ચર્ય થાય. જોકે જપાનની કેન તનાકા નામની એક મહિલાએ બીજી જાન્‍યુઆરીએ તેમનો ૧૧૯મો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો. તેઓ દુનિયાનાં સૌથી વૃદ્ધ મહિલા છે. તેમના ફેમિલી-મેમ્‍બર્સ જણાવે છે કે ૧૯૦૩ની બીજી જાન્‍યુઆરીએ તેમનો જન્‍મ થયો હતો. તેમનો ટાર્ગેટ ૧૨૦ વર્ષ કમ્‍પ્‍લીટ કરવાનો છે. તેઓ અત્‍યારે ફુકુઓકા પ્રાંતના એક નર્સિંગહોમમાં રહે છે. તેઓ બોલી શકતાં નથી, પરંતુ સ્‍ટાફની સાથે હાવભાવ દ્વારા કમ્‍યુનિકેશન કરે છે. તેઓ ચોકલેટ ખાવાના શોખીન છે. તેમને પોતાની જાતને ચેલેન્‍જ આપવા માટે આંકડાઓની પઝલ્‍સ સોલ્‍વ કરવાનું પણ ગમે છે.


 

(3:15 pm IST)