Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ઓએમજી....તાલિબાને દુકાનોમાં મોડેલના પૂતળાંઓનો પર શિરચ્છેદ કર્યો

નવી દિલ્હી:      તાલિબાનોએ દુકાનોમાં મોડેલોના પૂતળાઓને 'ઇસ્લામનો અનાદર' ગણાવીને તેના માથા કાપી નાખ્યા. આ વાતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે અજાણ્યા લોકો મોડેલના પૂતળાના શિરચ્છેદ કરી રહ્યા છે. જયારે ત્યાં કેટલાક લોકો ઉભા છે જેઓ અલ્લાહ હુ અકબરના નારા લગાવી રહ્યા છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ઓછામાં ઓછા 10 માથા જમીન પર પડેલા છે. આ પહેલા ગયા અઠવાડિયાની શરૂઆતમાં, હેરાત પ્રાંતમાં દુકાનોમાં શિરચ્છેદ કરવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા. તાલિબાએ આ પૂતળાઓને 'મૂર્તિઓ' ગણાવી છે જે તેમના મતે બિન-ઇસ્લામિક છે. અહેવાલ અનુસાર, પૂતળાઓના માથા કાપવાનો આદેશ તાલિબાન સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો છે, જે ઈસ્લામનું ખૂબ જ કડક અર્થઘટન કર્યા પછી દેશમાં તેને લાગુ કરી રહી છે. અગાઉ, તાલિબાને પૂતળાઓને દુકાનો પરથી સંપૂર્ણપણે હટાવવા કહ્યું હતું, પરંતુ દુકાનદારોએ ફરિયાદ કરી હતી કે તેનાથી તેમનો ધંધો સંપૂર્ણપણે ઠપ થઈ જશે અને તેમણે નુકશાન થશે. ફરિયાદો સાંભળ્યા પછી, તાલિબાન મંત્રાલયના વડા શેખ અઝીઝ-ઉલ-રહેમાને આદેશ આપ્યો કે માત્ર શિરચ્છેદ કરવામાં આવે. ત્યારે અફઘાન ઉદ્યોગપતિઓ કહે છે કે શિરચ્છેદ કર્યા પછી પણ તેઓને ઘણું નુકસાન થશે, તે પણ જ્યારે અફઘાન અર્થતંત્ર લગભગ બરબાદ થઈ ગયું છે.

(5:49 pm IST)