Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

અમેરિકામાં ઓમીક્રોનના જોખમ વચ્ચે છેલ્લા 24 કલાકમાં 4.26 લાખ કેસ નોંધાયા

નવી દિલ્હી: અમેરિકામાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપી ફેલાઈ રહ્યુ છે. ઓમિક્રોનના જાખમી સંક્રમણની અસર અમેરિકામાં જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 4.26 લાખ કેસ નોંધાયા છે જ્યારે 767 લોકોના મોત થયા છે. મંગળવારે રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઉપ-રાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના વાઈરસ રિસ્પોન્સ ટીમ સાથે બેઠક કરીને આગળની રણનીતિ નક્કી કરશે. અમેરિકાની ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સોમવારે ફાઈઝર બાયોએનટેકની કોરોના બૂસ્ટર ડોઝ 12થી 15 વર્ષનાં બાળકોને આપવાની જાહેરાત કરી છે. આ પહેલાં અમેરિકામાં ગુરુવારે 5 લાખ 91 હજાર કેસ નોંધાયા હતા. જોન્સ હોપકિન્સના આંકડા મુજબ, છેલ્લા એક સપ્તાહમાં દરેક 100 અમેરિકનમાંથી 1 વ્યક્તિ પોઝિટિવ આવી છે. અમેરિકામાં અત્યારસુધીમાં 5.71 કરોડ કેસ નોંધાયા છે અને 8.48 લાખ લોકોનાં મોત થયાં છે.

 

(5:50 pm IST)