Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

યુરોપિયન દેશોમાં થઇ રહ્યું છે બાળકો માટે વેક્સિનનું પરીક્ષણ:ટૂંક સમયમાં આપવામાં આવશે બાળકોને પણ રસી

નવી દિલ્હી: વિશ્વભરમાં કોરોના મહામારીએ દસ્તક આપી છે. કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ પ્રભાવિત થઇ રહ્યા છે. કોરોના સંક્રમણ બાળકોમાં પણ ફેલાઇ રહ્યો છે.જે પ્રમાણે સંક્રમણ બાળકોમાં ફેલાઇ રહ્યો છે તે ચિંતાજનક બાબત છે. કોરોના મહામારીથી બાળકોને બચવા માટે બાળકોની વેક્સિન પણ વહેલી તકે બજારમાં આવવાની શક્યતા છે.ઇયુ દવા કંટ્રોલરે પરિક્ષણ શરૂ કરી દીધું છે. યુરોપીયન યુનિયનના દવા કંટ્રોલર ઇએમએ બાળકો માટે ફાઇઝર-બાયોએનટેકે તૈયાર કરેલી વેકસિનનું પરિક્ષણ હાથ ધર્યું છે.

દુનિયા કોરોનાની મહામારીની ઝપેટમાં આવી ગઇ છે .કોરોનાના બીજા તબ્બકામાં બાકો પણ ઝપેટમાંઆવી ગયા છે.પુખ્તવયના લોકો માટે વેક્શિન બની ગઇ છે. પરતું બાળકો માટે હજી તૈયાર થઇ નથી, પરતું ફાઇઝર બાયોએનટેક બાળકો માટે વેક્સિનનું પરિક્ષણ કરવા જઇ રહી છે.અમેરિકામાં પણ પરિક્ષણ શરૂ થઇ ગયું છે.જર્મનીની દવા કંપની બાયોએનટેકે કહ્યું હતું કે યુરોપમાં 12 થી 15 વર્ષના બાળકો માટે વેક્સિન જૂન મહિનામાં આવી જશે. ફાઇઝરના સીઇઓ અલ્બઅબૈરલાએ જણાવ્યું હતું કે અમારી કંપની 12 વર્ષની ઉમરના બાળકો માટે ઉપયોગમાં લેવા માટે યૂએસએફડીએ અને યુરોપીય નિયામકો સામે આવેદન કરશે.

(5:16 pm IST)
  • કોરોનાઍ વધુ મેચનો ભોગ લીધો : બુધવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાનાર આઈપીઍલ મેચ નવી તારીખે રમાશેઃ બુધવારે બંધ રહેશે તેમ બીસીસીઆઈના સૂત્રોને તાકીને ન્યુઝ ઍજન્સીઍ જણાવ્યુ છે access_time 11:23 am IST

  • અભિનેત્રી કંગના રનૌતનું ટ્વીટર ઍકાઉન્ટ સસ્પેન્ડ બંગાળના ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસા મુદ્દે આપત્તીજનક ટ્વીટ કર્યુ હતુ access_time 12:58 pm IST

  • મુંબઈમાં ડ્રાઈવ - થ્રુ વેકસીનેશન શરૃઃ સીનીયર સીટીઝનો માટે સુવિધા : દેશભરમાં સંભવતઃ પ્રથમ પ્રયોગ : ઉદ્ધવ સરકારે સીનીયર સીટીઝનો માટે ખાસ સુવિધા શરૂ કરી છે. સીનીયર સીટીઝને પોતાના વાહનમાં જ દાદર (પેસ્ટ) ખાતે ખાસ સુવિધા ઉભી કરી છે ત્યાં જવાનું મોટરની નીચે પણ નહિં ઉતરવાનું બીએમસી દ્વારા વાહનમાં જ કોરોના વેકસીન આપવામાં આવે છે. રોજના ૫૦૦૦ વેકસીનેશનની સુવિધા છે. દેશભરમાં ડ્રાઈવ - ઈન વેકસીનેશન સેવા સંભવતઃ પ્રથમ વખત મહારાષ્ટ્રમાં શરૂ થઈ છે. access_time 12:49 pm IST