Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

ઇંગ્લેન્ડ માટે સિક્કાઓ બનાવનાર 'ધ રોયલ મિન્ટ'ફરી એકવાર દુનિયા માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર:અત્યાર સુધીનો સૌથી મોટો સિક્કો તૈયાર કર્યો

નવી દિલ્હી: ઈંગ્લેન્ડ માટે સિક્કાઓ બનાવનાર 'રોયલ મિન્ટ' ફરી એક વાર દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. રોયલ મિન્ટે તેનો અત્યાર સુધીનો સૌથી મોટો સિક્કો તૈયાર કર્યો છે. 1100 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટો સિક્કો છે. સોનાના સિક્કાનું વજન 10 કિલોગ્રામ છે અને તે 20 સેન્ટિમીટર પહોળો છે. રોયલ મિન્ટે ટ્વીટ કરી તેની માહિતી આપી છે. યુનિક સિક્કો ઓલરેડી વેચાઈ ગયો છે. જોકે સંસ્થાએ તેના બાયર વિશે માહિતી આપી નથી, પંરતુ તેણે સિક્કા માટે 6 ડિજિટના પૈસા ચૂકવ્યા છે. માસ્ટર ક્રાફ્ટ્સપીપલ ટીમના મેમ્બર્સે મળી જાયન્ટ કોઈન તૈયાર કર્યો છે. તેને ડેવલપ કરવા માટે ટ્રેડિશનલ સ્કિલ અને ઈનોવેટિવ ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. ઓરિજિનલી એક સિક્કો તૈયાર કરવામાં આવ્યો છે. જોકે તેના લોઅર પ્રાઈઝ વર્ઝન પણ સંસ્થાએ બનાવ્યા છે.સિક્કામાં 10 ક્વીન્સ બીસ્ટ આવરી લેવામાં આવ્યા છે. ક્વીન્સ બીસ્ટ કોઈન સિક્કા હોય છે જે રોયલ મિન્ટ શાસક રાણી માટે બનાવે છે. ક્વીન્સ બીસ્ટ એલિઝાબેથ બીજાની 10 પેઢીને રિપ્રેઝન્ટ કરતી અલગ અલગ મૂર્તિઓ છે.

(5:17 pm IST)