Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

અમેરિકાએ ચીનની 28 કંપનીઓ પર મુક્યો પ્રતિબંધ

નવી દિલ્હી: અમેરિકામાં સત્તા પરિવર્તન બદલાયા છતાંય ચીન સાથેના સંબંધોમાં બહું વધુ ફરક નથી પડ્યો. બાયડન તંત્રે ગુરૂવારે પૂર્વ ટ્રમ્પ સરકારની બનાવેલ બ્લેકલિસ્ટમાં ચીનની 28 કંપનીઓને નાખી છે. બ્લેકલિસ્ટમાં જે કંપનીઓના નામ છે, તેમાં અમેરિકી રોકાણકારોને પૈસા લગાવવાની મંજૂરી નથી. અમેરિકાનું માનવું છે કે, કંપનીઓ ચીનની સરકારને જે સૈન્ય અને સુરક્ષા ઉપકરણો આપી રહી છે તેનો દુરૂપયોગ થઈ રહ્યો છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યકાળમાં અવાંછીત કારોબારી સંબંધો અંગે ચીનની 31 કંપનીઓને બ્લેકલિસ્ટ કરી હતી. અમેરિકાની સરકાર મુજબ, કંપનીઓ ચીનની સેના અને સુરક્ષા એજન્સીઓને સૈન્ય સાધન-સરંજામ સપ્લાય કરી રહી છે અથવા સપોર્ટ કરી રહી છે, જેનો દુરૂપયોગ થઈ રહ્યો છે. ચીનની અમુક અન્ય કંપનીઓને બેનના દાયરામાં લાવવાથી અમેરિકી સરકારના બનાવેલ બ્લેકલિસ્ટમાં સામેલ કંપનીઓની સંખ્યા 59 થઈ ગઈ છે.

જો બાયડન પ્રશાસને જે કંપનીઓને બ્લેકલિસ્ટમાં નાખી છે, તેમાં મોટાભાગે ચીન સરકારને સર્વિલાંસ ટેક્નોલોજી પ્રદાન કરે છે. ચીન કંપનીઓની ટેક્નોલોજીનો ઉપયોગ વિરોધીઓના અવાજને દબાવવા અને માનવાધિકારનો ભંગ કરવામાં કરે છે, આવો અમેરિકી સરકારનો આરોપ છે. તેમનું કહેવું છે કે, ચીન આમ કરીને અમેરિકા અને તેના સહયોગીઓની સુરક્ષાને ખતરો પેદા થાય છે અને તેના લોકતાંત્રિક મૂલ્યને નબળું પાડે છે.

(5:27 pm IST)