Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કાફલા પર થયેલ હુમલામાં બે સૈનિકોના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં (Afghanistan) આજે તાલિબાનના (Taliban) સભ્યોને લઈ જઈ રહેલા કાફલા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો હેરાતમાં (Herat) થયો હતો. સ્થાનિક મીડિયાએ આ અંગે માહિતી આપી છે. આ મુજબ, અજાણ્યા લોકોએ ‘તાલિબાન 207 અલ-ફારૂક કોર્પ્સ’ના સભ્યોને હેરાત શહેરની મધ્યમાં લઈ જતી મિનિબસ પર હુમલો કર્યો. હેરાત પોલીસના પ્રવક્તા મોહમ્મદ શાહ રસૂલે જણાવ્યું હતું કે હુમલાખોરોમાંથી એકનું મોત થયું હતું અને કેટલાક નાગરિકો સહિત અન્ય લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે આ ઘટના આજે સવારે હેરાત જિલ્લામાં બની જ્યારે અજાણ્યા બંદૂકધારીઓએ એક વાહન પર હુમલો કર્યો. તેમણે ટ્વીટમાં કહ્યું, ‘હુમલામાં એક હુમલાખોરનું મોત થયું છે, પરંતુ ઘટના સમયે હાજર લોકોએ કહ્યું છે કે બે સૈનિકો માર્યા ગયા છે અને 20થી વધુ સૈનિકો અને નાગરિકો ઘાયલ થયા છે. ઘાયલોને હેરાત સેન્ટ્રલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અગાઉ 2 જુલાઈના રોજ અફઘાનિસ્તાનના પૂર્વી નાંગરહાર પ્રાંતમાં કેટલાક અજાણ્યા લોકોએ એક ધાર્મિક શાળા પર હેન્ડ ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં આઠ લોકો ઘાયલ થયા હતા. આ હુમલો રાજધાની કાબુલમાં ધાર્મિક વિદ્વાનો અને વડીલોના ત્રણ દિવસીય મેળાવડા વચ્ચે થયો હતો. ગયા અઠવાડિયે થયેલા બોમ્બ ધડાકામાં કેટલાય નાગરિકો માર્યા ગયા અને ઘાયલ થયા.

 

(5:22 pm IST)