Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

ચીન સીમાને સુરક્ષિત બનાવવા માટે બનાવવામાં આવશે સુરંગોની જાળ

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર પાકિસ્તાન અને ચીન સીમાને સુરક્ષિત કરવા માટે હિમાલયના પહાડોમાં સુરંગો બની જાળ બિછાવવાની કામ કરી રહી છે, જે અંતર્ગત જમ્મુ-કાશ્મીર, લેહ-લદાખ, હિમાચલ પ્રદેશ, ઉતરાખંડ સહિત પૂર્વોત્તર રાજ્યોમાં વર્ષ 2026 સુધીમાં 271 કિલોમીટર લાંબી ઓલ વેધર સુરંગોનું નિર્માણ કરવામાં આવશે. ઉપર્યુક્ત પ્રોજેક્ટમાં શ્રીનગર, લેહ-લદાખમાં 35 કિલોમીટર લાંબી સુરંગો સહિત પૂર્વોત્તરમાં બ્રહ્મપુત્ર નદી નીચે રેલ-રોડ સુરંગ બનાવવામાં આવશે. આથી સૈન્ય વાહન, રોજીસ્ટિક્સ, દારુ,ગોળો, સૈનિકોને દુર્ગમ હિમાલયની પહાડીઓમાંથી સરળતાથી પાર કરી સીમા સુધી પહોંચાડી શકાશે. સાથે સાથે પ્રદેશના લોકોને પણ સુવિધા ઉભી થશે. દેશમાં વિભિન્ન રાજ્યોમાં 30.71 કિલોમીટર લાંબી સુરંગોનું નિર્માણ થઇ ચૂક્યું છે, તેમાં પરિવહન પણ શરુ થઇ ગયું છે.

 

(5:22 pm IST)