Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

રશિયાની નૌસેનાએ વધુ એક જહાજ ગુમાવ્યું હોવાની માહિતી

નવી દિલ્હી: રશિયા માટે યુક્રેનનુ યુધ્ધ દુસ્વપ્ન જેવુ પૂરવાર થઈ રહ્યુ છે. રશિયા માટે યુધ્ધ ધાર્યા કરતા વધારે લંબાઈ ગયુ છે અને સાથે સાથે રશિયન સેનાને જાન માલનુ અપક્ષા કરતા પણ વધારે નુકસાન થઈ રહ્યુ છે. તાજેતરમાં જ યુક્રેનના સ્નેક આઈલેન્ડ પરથી રશિયન સૈનિકો પાછા હટયા છે ત્યારે રશિયન નૌસેનાને બ્લેક સીમાં પોતાનુ વધુ એક જહાજ ગુમાવવુ પડ્યુ છે.ચોંકાવનારી વાત એ છે કે, રશિયાનુ આ લેન્ડિંગ ક્રાફ્ટ રશિયાએ જ બીછાવેલી દરિયાઈ સુરંગ સાથે ટકરાયુ હતુ અને તેમાં બ્લાસ્ટ થઈ ગયો હતો. કહેવાય છે કે, તેના કારણે જહાજમાં આગ લાગી હતી પણ ક્રુ મેમ્બર્સને નુકસાન થયુ નથી.આ ઘટનાના કારણે રશિયાની નૌસેનાની ઈમેજને નુકસાન થયુ છે તે નક્કી છે. મીડિયા રિપોર્ટ પ્રકાશિત થયા બાદ સોશિયલ મીડિયા પર યુક્રેનના લોકોએ આ ઘટનાને લઈને રશિયાની સેનાની મજાક ઉડાવવાનુ શરુ કરી દીધુ હતુ.એક યુઝરે લખ્યુ હતુ કે, રશિયાના જળસમાધિ લેનારા જહાજ મોસ્ક્વાને વધુ એક સાથીદાર મળી ગયો છે. રશિયાને ગણતરીના દિવસોમાં આ બીજો ઝાટકો લાગ્યો છે.આ પહેલા રશિયન સેનાને સ્નેક આઈલેન્ડ ખાલી કરવો પડ્યો છે.જોકે રશિયાએ કહ્યુ હતુ કે, અમે સદભાવના દર્શાવવા માટે સૈનિકોને પાછા બોલાવ્યા છે.

(5:25 pm IST)