Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

અમેરિકા સ્થિત લાયસુલિન ઈન્કોર્પોરેશન સાથે વિશેષ જોડાણ

યુનિઝા ગ્રુપે ભારતમાં ડાયાબીટિસ માટે અમેરિકી પેટન્ટેડ ન્યૂટ્રિશનલ સપ્લીમેન્ટ લાયસુલિન લોન્ચ કર્યું

મુંબઇ, તા.૪: કામગીરી શરૂ કર્યાના પહેલા વર્ષની ઊજવણી કરતી અમદાવાદ સ્થિત નવી ફાર્મા કંપની યુનિઝા ગ્રુપે અમેરિકાની ઈનોવેટર કંપની લાયસુલિન ઈન્કોર્પોરેશન સાથે વિશેષ જોડાણ કરીને ભારતીય બજારમાં નવીનતમ પુરાવા આધારિત ન્યૂટ્રિશનલ પ્રોડકટ લાયસુલિન લોન્ચ કરી છે. લાયસિન સપ્લીમેન્ટ્સનો ઉપયોગ કરીને પ્રોટિન ગ્લાયકેશન નિવારવા માટે તથા સપ્લીમેન્ટની મદદથી ડાયાબીટિસની સારવાર માટે લાયસુલિનને અમેરિકામાં પેટન્ટ મળેલી છે.

યુનિઝા એ પશુપતિ ગ્રુપનું ફાર્મા સાહસ છે. કંપનીએ ગુજરાતમાં અમદાવાદ નજીક કડી ખાતે ડબ્લ્યુએચઓ-જીએમપી અને પીઆઈસી/એસ માર્ગદર્શિકાને અનુરૂપ અત્યાધુનિક ઉત્પાદન એકમ સ્થાપ્યો છે. ઓગસ્ટ, ૨૦૨૦માં ભારતીય વેપારની શરૂઆત કર્યા બાદ કંપનીએ પહેલા જ વર્ષમાં ૮૦થી વધુ એસકેયુ સાથે રૂ. ૨૫ કરોડનું વેચાણ હાંસલ કરીને તેની પ્રોડકટ રેન્જનું ક્રમશઃ વિસ્તરણ કર્યું છે.

આ અંગે યુનિઝા હેલ્થકેરના સીઈઓ અને મેનેજિંગ પાર્ટનર શ્રી શ્રીકાંત શેશાદ્રીએ જણાવ્યું હતું કે 'વિશ્વની શ્રેષ્ઠતમ હેલ્થકેર પ્રોડકટ્સ ભારતીય બજારમાં લાવવાનો અમારો પ્રયાસ છે અને લાયસુલિન, શોન્સ તથા કેરાટિઝા અમારી પ્રતિબદ્ઘતાનો પુરાવો છે. કંપની ભારતમાં સૌપ્રથમ એવી બીજી અનેક નવીનતમ પ્રોડકટ્સ રજૂ કરવાની યોજના ધરાવે છે. ડર્મેટોલોજી, કાર્ડિયોલોજી અને ડાયાબીટિસ મેનેજમેન્ટ પર વધુ ધ્યાન આપતાં અમે એન્ટી-ફંગલ, એન્ટી-ડેન્ડ્રફ પ્રિપેરેશન્સ, મોઈશ્યરાઈઝર્સ, એન્ટી-બાયોટિકસ, એન્ટી-એલર્જિક પ્રિપરેશન્સ, એન્ટી-એકને, મલ્ટી-વિટામીન્સ, એન્ટી-હાયપરટેન્સિવ્સ, ઓરલ હાઈપોગ્લીસેમિક એજન્ટ્સ, લિપિડ લોઅરિંગ એજન્ટ્સ તથા આયર્ન પ્રિપરેશન્સ  સહિતની પ્રોડકટ્સ પૂરી પાડીએ છીએ.'

આંતરરાષ્ટ્રીય વેપાર માટે અમે આફ્રિકા, લેટિન અમેરિકા, દક્ષિણ-પૂર્વ એશિયા અને સીઆઈએસ દેશો જેવા આરઓડબ્લ્યુ બજારો પર વધુ ધ્યાન આપી રહ્યા છીએ અને ૧૮૦થી વધુ ડોઝિયર ફાઈલ કરવાની યોજના ધરાવીએ છીએ. ભારતીય વેપારમાં નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૧૦૦ કરોડનું વેચાણ હાંસલ કરવાનું અમારું લક્ષ્યાંક છે, એમ યુનિઝા ગ્રુપના એમડી અને પશુપતિ ગ્રુપના સ્થાપક શ્રી સૌરિન પરીખે જણાવ્યું હતું.

(10:23 am IST)