Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

દક્ષિણ કોરિયામાં ત્રાટકેલા વાવાઝાઓએ 2.70 લાખ મકાનને નુકશાન પહોચાડ્યું

નવી દિલ્હી: દક્ષિણ કોરિયામાં 150 કિ.મી. પ્રતિકલાકની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો. એમાં એક વ્યક્તિનું મોત થયું હતું. 2500 જેટલાં લોકોને તાત્કાલિક અસરથી સલામત સ્થળે ખસેડાયા હતા. 2.70 લાખ મકાનોમાં વીજળી ગૂલ થઈ ગઈ હતી. તોફાની પવનમાં સપડાયેલું એક જહાજ લાપતા થયું હતું.

     સાઉથ કોરિયામાં તોફાની પવન ફૂંકાયો હતો. કોરિયાના દરિયામાં મયસક નામનું વાવઝોડું ત્રાટક્યું હતું. 150 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાયેલા પવનમાં 42 સભ્યો સાથેનું એક જહાજ લાપતા બન્યું છે. દક્ષિણી જાપાનની સીમામાં એક જહાજ લાપતા બન્યું હતું. એમાં 58,00 ગાયો ભરીને જાપાનમાં લઈ જવાતી હોવાનું કહેવાય છે.

(7:49 pm IST)