Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

શ્રીલંકાના પૂર્વ કિનારે ઓઇલ ટેન્કરમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

નવી દિલ્હી: શ્રીલંકાના પૂર્વ કિનારે એક ઓઇલ ટેન્કરમાં આગ લાગી હતી, જેમાં એક ક્રૂ સભ્ય ગુમ થયો હતો જ્યારે અન્ય એક કામદારને ઈજા પહોંચી હતી. નૌસેનાના પ્રવક્તાએ આ માહિતી આપી. ટેન્કર પર ક્રૂના 23 સભ્યો હતા. પ્રવક્તા કેપ્ટન ઈંડિકા સિલ્વાએ કહ્યું કે 'ન્યુ ડાયમંડ' ટેન્કરના એન્જિન રૂમમાં આગ લાગી અને ત્યારબાદ ફેલાવા લાગી. ટેન્કર કુવૈતથી ક્રૂડ ઓઇલ લઈને ભારત આવી રહ્યું હતું.

         શ્રીલંકાના નૌકાદળની મદદ માંગ્યા બાદ ભારતીય કોસ્ટગાર્ડ અને ડોર્નીઅર વિમાનના ત્રણ જહાજો તરત જ બચાવ કાર્યમાં લાગી ગયા હતા. દરિયાઇ અને હવાઈ દળની શોધ અને બચાવ કામગીરી અંગે, કોસ્ટગાર્ડે જણાવ્યું હતું કે ICG સોર્ય, સારંગ અને દરિયાઈ રક્ષકો તૈનાત કરાયા હતા અને ડોર્નીઅર વિમાન પણ તૈનાત કરાયા હતા. હમ્બનટોટા ખાતે આવેલા બે રશિયન એન્ટી-સબમરીન યુદ્ધ જહાજો પણ આ કામગીરીમાં જોડાયા હતા.

(7:52 pm IST)